ફેન્સની આતુરતાનો આવ્યો અંત, મેકર્સે જાહેર કરી પુષ્પા 2-ધ રૂલની રિલીઝ ડેટ

  • September 11, 2023 05:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ફેન્સની સૌથી મોસ્ટઅવીઇતેડ ફિલ્મ પુષ્પા 2-ધ રૂલની રિલીઝ ડેટ આખરે જાહેર થઈ ગઈ છે. આ ફિલ્મ 15 ઓગસ્ટ, 2024ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. તાજેતરમાં, નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ તારીખ સાથે એક પોસ્ટર રીલીઝ કર્યું છે.

દેશભરના ફેન્સ આઇકોનિક પુષ્પા - ધ રાઇઝની સિક્વલની રિલીઝ તારીખની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અલ્લુ અર્જુને આ પોસ્ટર Instagram પર શેર કરી છે. પુષ્પા – ધ રાઇઝ એ ​​બોક્સ ઓફિસ પર હિસ્ટોરિકલ રેકોર્ડ બનાવ્યા હતા અને તે પોસ્ટ-પેન્ડેમિક ટર્નઅરાઉન્ડ ફિલ્મ હતી જેણે પ્રેક્ષકોને થિયેટરોમાં પાછા લાવ્યા હતા. આ ફિલ્મે તેના પાવરપેક્ટ ડાયલોગ, સ્ટોરી અને દિલ જીતી લેનારા ગીતો વડે દેશભરમાં હલચલ મચાવી દીધી હતી. 
​​​​​​​


અલ્લુ અર્જુન દ્વારા ભજવવામાં આવેલ પુષ્પરાજનું પાત્ર ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી વધુ પ્રિય પાત્રોમાંનું એક બની ગયું છે, કારણ કે તે લોકોમાં લોકપ્રિય બન્યો છે. કોઈપણ ભાષા અથવા વર્ગના લોકોને આ ફિલ્મ પસંદ આવી છે. અલ્લુ અર્જુને તાજેતરમાં જ 69માં નેશનલ એવોર્ડ્સમાં પુષ્પાની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીત્યો હતો. પુષ્પા 2-ધ રૂલ વિશ્વભરના સિનેમા સ્ક્રીન પર બહુવિધ ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસિલ મુખ્ય ભૂમિકામાં છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application