બાલિકા વધુની “આનંદી”એ પોતે જ કર્યો ખુલાસો
'બાલિકા વધૂ' ફેમ અભિનેત્રી અવિકા ગૌરે તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેણે બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે. આ સાથે અવિકાએ તેની લવ સ્ટોરી વિશે પણ ખુલીને વાત કરી છે.
ફેમસ સિરિયલ 'બાલિકા વધૂ'માં અવિકા લાંબા સમયથી આ સીરિયલનો ભાગ રહી. આ પછી તે 'સસુરાલ સિમર કા'માં રોલીના રોલમાં જોવા મળી હતી. હિટ શો કરી ચુકેલી અવિકાએ લગ્નને લઈને હાલ મોટો ખુલાસો કર્યો છે.
તાજેતરમાં અવિકા ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયાના પોડકાસ્ટમાં જોવા મળી હતી, જ્યાં અભિનેત્રીએ તેના અંગત જીવન વિશે ખુલીને વાત કરી હતી. આ દરમિયાન અવિકાએ એક ચોંકાવનારો ખુલાસા કર્યા હતા, જેના વિશે સાંભળીને ભારતી અને હર્ષ પણ ચોકી ગયા હતા. હકીકતમાં, પોડકાસ્ટ શોમાં, જ્યારે ભારતી સિંહે અવિકાને લવ લાઈફ પર સવાલ કર્યો ત્યારે અવિકાએ મિલિંદ ચંદવાની સાથેના તેના સંબંધો વિશે ખુલાસો કરી દીધો.
અવિકા ગૌરે કહ્યું 'મિલિંદ ચંદવાની અને હું 4 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છીએ અને મેં મારા મનમાં મિલિંદ સાથે લગ્ન કરી લીધા છે.''અમે માનીએ છીએ કે સંબંધમાં ક્યારેય ઉતાવળમાં નિર્ણય ન લેવા જોઈએ. આ જ કારણ છે કે ફ્રેડઝોનમાં 6 મહિના રહ્યા પછી મિલિંદે મને પ્રપોઝ કર્યું. મારે તેની સાથે લગ્ન કરવા છે.
આ પછી ભારતીએ પૂછ્યું, તો પછી તમે ક્યારે લગ્ન કરો છો? તેના પર અભિનેત્રીએ કહ્યું, 'હું આજે જ મિલિંદ સાથે લગ્ન કરવા માંગુ છું. પરંતુ મિલિંદ કહે છે કે તેની અને મારી ઉંમરમાં ઘણો તફાવત છે અને મારે તે મુજબ મારો સમય કાઢીને લગ્ન વિશે પછીથી વિચારવું જોઈએ.
અવિકા ટીવી પર ઘણા હિટ શો કરી ચુકી છે તે સાથે અવિકાએ સાઉથમાં 'ઉય્યાલા જામપાલા', 'એકાદિકી પોથાવુ ચિન્નાવડા' અને 'થેંક યુ' જેવી ઘણી સફળ ફિલ્મો પણ કરી છે.આ સાથે ગયા વર્ષે અવિકાની 1920: હોરર ઓફ ધ હાર્ટ ફિલ્મ પણ આવી ચુકી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં મુંબઈના પોલીસ ઇન્સ્પેક્ટર વતી 10 લાખની લાંચ લેતા જયમીન સાવલીયાને પકડી પાડતી રાજકોટ ACB
September 06, 2024 09:29 PMUP: હાથરસના દુ:ખદ અકસ્માતમાં 12 લોકોના મોત, સીએમ યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો
September 06, 2024 08:54 PMરેખાએ બિઝનેસમેન મુકેશ અગ્રવાલ પહેલા આ અભિનેતા સાથે ગુપચુપ લગ્ન કર્યા હતા.
September 06, 2024 06:15 PMવજન ઘટાડવામાં દહીં કેવી રીતે ઉપયોગ કરવું ?
September 06, 2024 06:12 PMઆ કોમેડીયન નાની ઉમરે પિતા ગુમ્યાવ્યા ,ક્યારેક ડસ્ટબીનમાંથી ખોરાક ઉપાડીને ખાતી
September 06, 2024 06:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech