પ્રભાસ સાથે રોમાન્સ કરશે પાક એક્ટ્રેસ સજલ અલી

  • July 22, 2024 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાઉથ સુપરસ્ટાર પ્રભાસ આ દિવસોમાં તેની ફિલ્મ 'કલ્કી 2898 એડી'ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. આ પછી પ્રભાસ તેની આગામી ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત થઈ જશે.
પ્રભાસ મારુતિ દ્વારા નિર્દેશિત હોરર કોમેડી ફિલ્મ 'ધ રાજા સાબ'માં કામ કરશે. આ સાથે પ્રભાસે હનુ રાઘવપુડી સાથે નવી ફિલ્મ માટે હાથ મિલાવ્યા છે, જેના પર નવી અપડેટ સામે આવી છે. પ્રભાસની ફિલ્મમાં કોણ હશે હિરોઈન તે અંગે ભારે ચર્ચા ચાલી રહી છે . મળતા અહેવાલો અનુસાર પ્રભાસની હનુ રાઘવપુડી સાથેની નવી ફિલ્મ પીરિયડ રોમેન્ટિક એક્શન ડ્રામા હશે. હવે આ ફિલ્મમાં મુખ્ય હિરોઈનની ભૂમિકા ભજવનારી અભિનેત્રીના નામની ચર્ચા સોશિયલ મીડિયા પર તેજ થઈ ગઈ છે. પાકિસ્તાની અભિનેત્રી સજલ અલી પ્રભાસ સાથે કામ કરવા જઈ રહી છે.
આ ફિલ્મ માટે પ્રભાસની સામે પાકિસ્તાની અભિનેત્રી સજલ અલી કાસ્ટ કરવામાં આવશે. સેજલ અલી દિવંગત અભિનેત્રી શ્રીદેવીની ફિલ્મ મોમમાં તેની ભૂમિકા માટે જાણીતી છે
જો કે કાસ્ટિંગના સમાચારની પુષ્ટિ થવાની બાકી છે. જો આ અહેવાલોમાં સત્ય હશે તો સજલ પ્રભાસ સાથે સ્ક્રીન પર રોમાન્સ કરતી જોવા મળશે.
પાકિસ્તાનની બેસ્ટ અભિનેત્રીમાંથી એક છે.સજલ 2017માં આવેલી ફિલ્મ મોમમાં મહત્વની ભૂમિકામાં હતી. આ ફિલ્મમાં તે દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવી સાથે જોવા મળી હતી. સજલની ગણતરી પાકિસ્તાનની શ્રેષ્ઠ કલાકારોમાં થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application