સિંગલ સુષ્મિતા ઉવાચ..મારી જિંદગીમાં કોઈ મર્દ નથી

  • July 22, 2024 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

2 દીકરીની મા અને 48 વર્ષેની જાણીતી અભિનેત્રીએ કરી દિલ ખોલીને વાત
તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં સુષ્મિતાએ તેના અંગત અને વ્યાવસાયિક જીવન વિશે ખુલીને વાત કરી હતી. 48 વર્ષીય અભિનેત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે તે આ સમયે કોઈને ડેટ કરી રહી નથી અને 3 વર્ષથી સિંગલ છે. અભિનેત્રી રિયા ચક્રવર્તી સાથેની વાતચીતમાં તેણે અમુક બાબતો કહી હતી.
બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન પોતાની ફિલ્મો અને એક્ટિંગ ઉપરાંત પોતાની પર્સનલ લાઇફને લઇને પણ ઘણી ચર્ચામાં રહે છે. તેના ઘણા અફેર રહ્યા છે. જોકે હજુ સુધી સુસ્મિતાએ લગ્ન નથી કર્યા. એક સમયે તેનું નામ લલિત મોદી સાથે પણ જોડાયેલું હતું. હાલ તે પોતાના કરતા 16 વર્ષ નાના રોહમન શૉલ સાથેના તેના સંબંધોને લઇને ચર્ચામાં છે.
તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં સુષ્મિતાએ તેના અંગત અને વ્યાવસાયિક જીવન વિશે ખુલીને વાત કરી હતી. 48 વર્ષીય અભિનેત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે તે આ સમયે કોઈને ડેટ કરી રહી નથી અને 3 વર્ષથી સિંગલ છે.
સુષ્મિતા સેનનું નામ અગાઉ રોહમન શૉલ સાથે જોડવામાં આવ્યું હતું. એકબીજાને ડેટ કર્યા બાદ બંનેનું બ્રેકઅપ થયું હતું. પરંતુ તાજેતરમાં, બંનેનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં રોહમન સુષ્મિતાને ચાહકોથી બચાવતો જોવા મળ્યો હતો. રોહમન સાથે સમાધાનના સવાલ પર પણ અભિનેત્રીએ પોતાનું મૌન તોડ્યું છે. રોહમન અને સુસ્મિતાનો વીડિયો સામે આવ્યા બાદ તેમના પેચ-અપના સમાચાર વાયરલ થયા હતા. પરંતુ અભિનેત્રીએ આ બધી વાતોને નકારી દીધી છે. સુસ્મિતાએ કહ્યું હું 2021થી સિંગલ છું.

"મારા જીવનમાં કોઈ નથી"
સુષ્મિતા સેન તાજેતરમાં રિયા ચક્રવર્તીના પોડકાસ્ટ પર જોવા મળી હતી. આ સમય દરમિયાન, તેણે તેમના સંબંધોની સ્થિતિ જાહેર કરી હતી. "" "હું છેલ્લા બે વર્ષથી સિંગલ છું અથવા એમ કહી શકાય કે, હું 2021 થી કોઈ સંબંધમાં નથી". મારા જીવનમાં ઘણા અદ્ભુત લોકો છે જે મારા મિત્રો છે.
ચક્રવર્તીએ પોડકાસ્ટમાં સુષ્મિતાને એક રસપ્રદ પ્રશ્ન પણ પૂછ્યો હતો. તેમણે પ્રખ્યાત અભિનેત્રીને પૂછ્યું કે શું તમને કોઈમાં રસ છે. તેના જવાબમાં સુષ્મિતાએ કહ્યું, "મને હાલમાં કોઈમાં રસ નથી. કેટલીકવાર વિરામ લેવાનું સારું છે કારણ કે હું છેલ્લી વખત પાંચ વર્ષ માટે સંબંધમાં હતી, જે લાંબો સમય છે.' સુષ્મિતાએ પાંચ વર્ષ સુધી રોહમન શોલને ડેટ કર્યો હતો. 2016 માં, સુષ્મિતાએ રોહમન શોલ સાથે સંબંધ શરૂ કર્યો, જે તેના કરતા 16 વર્ષ નાનો હતો. બંને ઘણીવાર સાથે જોવા મળતાં હતાં. જો કે, પાંચ વર્ષ પછી, બંને 2021 માં અલગ થઈ ગયા. જોકે, સુષ્મિતા અને રોહમન હજુ પણ સારા મિત્રો છે.

તે 2 દીકરીઓની માતા છે
સુષ્મિતા સેને 1996માં ફિલ્મ 'દસ્તક "થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. 48 વર્ષની ઉંમરે પણ તે અનમેરીડ છે, તેને બે દીકરીઓ છે, અલીશા અને રિમી સેન. બંનેને અભિનેત્રીએ દત્તક લીધી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application