જામનગરમાં આઇપીએલનો સટ્ટો રમતો શખ્સ પકડાયો

  • May 22, 2023 01:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રડાર રોડ પર પોલીસ પ્રગટી : મોબાઇલ અને રોકડ કબ્જે

જામનગરના ગોકુલનગર સાયોના શેરી વિસ્તારમાં મુંબઇ અને હૈદરાબાદ વચ્ચેની ૨૦-૨૦ ક્રિકેટ મેચ મોબાઇલ એપ્લીકેશનમાં નિહાળીને સટ્ટો રમતા શખ્સને પોલીસે પકડી લીધો હતો જેમાં મોબાઇલ નંબરના આધારે તપાસ આગળ વધારી છે. કુલ ૫૭ હજારનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ જામનગર જીલ્લામાંથી પ્રોહી, જુગારના ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય તે અન્વયે ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એમ.બી. સોલંકીના માર્ગદર્શન મુજબ સીટી-સી પીઆઇ પી.એલ. વાઘેલા તથા સ્ટાફના માણસો જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહી-જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન પો.કોન્સ. હરદીપભાઇ બારડ તથા પો.કોન્સ. યુવરાજસિંહ જાડેજાને સંયુકત બાતમી રાહે હકીકત મળેલ કે, ગોકુલનગર, રડાર રોડ સાયોના શેરી સામે રામ પાનની સામે જાહેરમાં એક ઇસમ હાલમાં ભારતમાં ચાલતી ઇન્ડીયન પ્રીમીયર લીગ ટી-૨૦ ક્રિકેટ મેચનું પોતાના મોબાઇલમાં રહેલ ક્રિકેટ લાઇન ગુરુ નામની એપ્લીકેશન પર લાઇવ સ્કોર આવતો હોય તે નિહાળી પોતાના મોબાઇલથી ફોન કરી મેચના રનફેર તથા હારજીતના સોદાઓ કરતો હતો.
આરોપી જુગાર રમી પૈસાની હારજીત કરતો હોય જે અંગે રેઇડ દરમ્યાન ભરત પાલા અસ્વાર (ઉ.વ.૩૬) રરહે. ગોકુલનગર, મથુરાનગર, પ્રજાપતી સોસાયટી, વાળાને રોકડા ૪૭૧૬૦,  ૧-મોબાઇલ જેની કિ. ૧૦.૦૦૦ મળી કુલ ૫૭૧૬૦ના મુદામાલ સાથે પકડી પાડી  હેડ કોન્સ. જાવેદભાઇ વજગોળએ ધોરણસરની કાર્યવાહી કરી હતી. મોબાઇલ નં. ૮૧૪૧૯ ૮૨૧૨૩ ધારક તથા તપાસમાં ખુલે તેની સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application