જૂનાગઢમાં હોટલના ધંધામાં હરિફાઈમાં બે ધંધાર્થીઓ વચ્ચે જાહેરમાં મારામારી

  • September 16, 2024 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢમાં સક્કરબાગ પાસે હોટલના સંચાલકો વચ્ચે ધંધાની હરિફાઈમાં સામસામે મારામારીની ફરિયાદ નોંધાતા પોલીસે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે બી ડિવિઝન માંથી પ્રા વિગત મુજબ સકકરબાગ પાસે ધ ગ્રાન્ડ પટેલ રેસ્ટોરન્ટ ધરાવતા વિનોદભાઈ દેકીવાડિયાને પટેલ રેસ્ટોરન્ટ એન્ડ બેન્કવેટ હોલના ભરતભાઈ લાખાણીએ હોટલ પાસે જ ગાળો ભાંડી  પછાડી દઈ ઢિકાપાટુનો માર મારી ઇજાગ્રસ્ત કર્યાની ફરિયાદ નોંધાવી છે.
સામા પક્ષે નોંધાયેલી ફરિયાદમાં સકકરબાગ સામે પટેલ રેસ્ટોરન્ટ એન્ડ બેન્કવેટ હોટલ ધરાવતા ભરતભાઈ લાખાણી  હોટલેથી નીકળી બાઈક પર ઘરે જવા નીકળ્યા હતા.તે દરમિયાન રસ્તા પર ઉભેલા હરીફ ધ ગ્રાન્ડ પટેલ રેસ્ટોરન્ટના માલિક વિનોદ દેકીવાડીયા ધંધાકીય ખાર રાખી ભરતભાઈ સામે ખીજથી કતરાઈને જોતા હતા.જેથી ભરતભાઈએ બાઈક ઉભું રાખી સામે કેમ કતરા છો તેમ કહેતા જેની સામે વિનોદભાઈએ તું મને કેમ ગાળો બોલે છે તેમ કહી ભરતભાઈને ધક્કો મારી પછાડી દીધા હતા અને ત્યારબાદ ઢીકાપાટુનો માર મારી ઇજાગ્રસ્ત કર્યા હતા.અને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે દાખલ થયા હતા. સમગ્ર મામલે  બી ડિવિઝનમાં બંને હોટલ માલિકો દ્રારા સામસામે મારામારીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application