ગોંડલ નાગરિક બેંક ની હાઇવોલ્ટેજ ડ્રામા સમી ચુંટણીનું પરીણામ જાહેર થતા ભાજપ પ્રેરીત પેનલનાં તમામ અગીયાર ઉમેદવારો નો વલતં વિજય થયો છે.યારે કોંગ્રેસ નાં યતિષભાઈ દેસાઈ ની પેનલ ની ધોબી પછડાટ સાથે કરારી હાર થઇ છે.ચુંટણીમાં અપક્ષ ઉમેદવાર ની ડીપોઝીટ ડુલ થઇ છે. ભાજપ ની પેનલ નો જયજયકાર થતા સમર્થકો એ ઢોલ નગારા વગાડી ફટાકડા ફોડી વિજય ને વધાવ્યો હતો. હાલ જુનાગઢ ની જેલ માં રહેલા જયરાજસિહ નાં પુત્ર યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ)નો વિજય થતા ગુજરાત નાં સહકારી ક્ષેત્ર માં જેલમાં રહી ચુંટણી જીતવાની પ્રથમ ઘટના બનીછે.
સમગ્ર ગુજરાત ની જેના પર મીટ મંડાઇ હતી તેવી ગોંડલ ની નાગરિક બેંક ની ચુંટણી ની મતગણતરી રાત્રીનાં ૮:૩૦ કલાકે શ થઈ હતી.મત ગણત્રી ની શઆત થીજ ભાજપ પ્રેરીત પેનલ નાં તમામ ઉમેદવારો લીડ સાથે આગળ ચાલી રહ્યા હતા.આજે વહેલી સવારે પરીણામ જાહેર થતા ભાજપ પ્રેરીત પેનલ નો વિજય થયો હતો.ચુંટણીનું પરિણામ જોતા મતદારો એ વાદવિવાદ ને બદલે વિકાસ ને પસદં કર્યા નું સ્પષ્ટ્ર થયુ છે.આ સાથે જયરાજસિહ જાડેજાનુ રાજકીય વર્ચસ્વ બરકરાર રહેવા પામ્યુ છે.તો સૌથી વધુ મત મેળવી ચેરમેન અશોકભાઈ પીપળીયા કીંગમેકર સાબીત થયા છે.છેલ્લ ા ચાર વર્ષ માં ચેરમેન અશોકભાઈ પીપળીયાએ નાગરિક બેંક ને વિકાસ ની ટોચ પર પંહોચતી કરી કુશળ વહીવટ દાખવ્યો તે ભાજપની જીતનો ટર્નીગ પોઇન્ટ બન્યો છે.ચુંટણીમાં આમ જોઈએ તો યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ)નું રાજકીય લોંચીંગ થયુ છે.જેલ માં હોવા છતા જીત મેળવી તેમણે નવો રાજકીય આયામ સર્યેા છે.
ચુંટણી પરીણામ પર નજર કરીએ તો ભાજપ પ્રેરીત પેનલ નાં અશોકભાઈ પીપળીયાને ૬૩૨૭,હરેશકુમાર વાડોદરીયા ને ૬૦૦૦,યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ)ને ૫૯૯૯,ઓમદેવસિંહ જાડેજા ને ૫૯૪૭,કિશોરભાઈ કાલરીયા ને ૫૭૯૫,પ્રહલાદભાઇ પારેખ ને ૫૭૬૭,પ્રમોદભાઇ પટેલ ને ૫૭૬૭,પ્રફુલભાઈ ટોળીયા ને ૫૪૮૧,ભાવનાબેન કાસોંદરા ને ૬૧૨૦,નીતાબેન મહેતા ને ૫૮૯૩ તથા દિપકભાઈ સોલંકી ને ૫૭૩૮ મત મળ્યા છે.
કોંગ્રેસ પ્રેરીત નાગરિક સહકાર સમિતીનાં યતિષભાઈ દેસાઈ ને ૩૫૨૭,કલ્પેશભાઈ રૈયાણી ને ૩૦૯૫,લલીતભાઈ પટોળીયા ને ૩૦૬૩,જયદીપભાઇ કાવઠીયા ને ૩૦૩૧,સંદીપભાઈ હીરપરા ને ૨૮૯૨,રમેશભાઈ મોણપરા ને ૨૮૭૫,વિજયભાઈ ભટ્ટ ને ૨૮૦૭,કિશોરસિહ જાડેજા ને ૨૮૦૦,ક્રીષ્નાબેન તન્ના ને ૩૩૩૫,જયશ્રીબેન ભટ્ટી ને ૩૦૧૧ તથા જયસુખભાઇ પારઘી ને ૨૮૬૮ મત મળ્યા છે.
યારે અપક્ષ ઉમેદવાર પ્રતિપાલસિંહ ઝાલાને માત્ર ૧૯૫ મત મળતા તેમણે ડીપોઝીટ ગુમાવી છે.
મતગણતરી ને લઈ ને કડવા પટેલ સમાજ માં ૩૦ બુથ ઉભા કરાયા હતા.ચુંટણી અધીકારી જે.બી.કાલરીયા નાં માર્ગદર્શન હેઠળ નાગરિક બેંક નાં ૫૫ કર્મચારીઓ, ૯૦ શિક્ષકો તથા ૩૦ માર્કેટ યાર્ડ નાં કર્મચારીઓ ને કામે લગાડયા હતા.
ચુંટણી ઉતેજનાત્મ બની રહી હોય કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે એક ડીવાયએસપી,બે પીઆઇ, અગીયાર પીએસઆઇ, ૧૮૦ પો.કોન્સ્ટેબલ, એલસીબી, એસઓજી તથા હોમગાર્ડ સહિત નો બંદોબસ્ત ગોઠવાયો હતો. જીલ્લા પોલીસ વડા રાઠોડે પણ મતદાન મથક ની મુલાકાત લીધી હતી.એકંદરે શાંતીપુર્ણ ચુંટણી યોજાઇ હતી.
ગ્રામ્ય મતદારોએ ઉત્સાહ દાખવ્યો તો શહેરી મતદારો નીરસ
ગોંડલ: ગોંડલ નાગરિક બેંકનું સહકારી સેકટરમાં મોટુ નામ ના હોવા છતા બેંક ની ચુંટણી એ આખા ગુજરાત નું ધ્યાન ખેંચ્યુ હતુ.હાઇપ્રોફાઇલ બનેલી આ ચુંટણી માં આજે મતદાન પુર્ણ થતા કુલ ૫૮૦૦૦ મતદારો પૈકી ૧૦૬૦૬ મતદારોએ મતદાન કર્યુ હતુ.ગત વર્ષ ની ચુંટણી માં ૯૫૦૦ નું મતદાન થવા પામ્યુ હતુ.તે જોતા આ ચુંટણીમાં ૧૧૦૬ મત નો વધારો થયો છે. નાગરિક બેંક ની ચુંટણી પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા,વર્તમાન ચેરમેન અશોકભાઈ પીપળીયા અને પુર્વ ચેરમેન કોંગ્રેસ નાં યતિષભાઈ દેસાઈ માટે પ્રતિ ા નાં જગં સમી બની રહી હોય બહત્પ ગાજેલી ચુંટણી નું ગઇકાલે મતદાન થતા સવાર થી જ કડવા પટેલ સમાજ ખાતે મતદારોનાં ટોળા ઉમટા હતા.અને મતદાન માટે લાંબી કતારો જામી હતી.સવારે નવ થી બપોર નાં બાર દરમિયાન ૪૯૭૭ મત પડા હતા.ત્રણ વાગ્યે ૮૩૦૦ તથા સાંજે ચાર કલાકે નું ૯૮૧૦ મત દાન થયુ હતુ.સાંજે પાંચ કલાકે મતદાન પુર્ણ થતા ૧૦૬૦૬ નું કુલ મતદાન થયુ હતુ.નાગરિક બેંક ગોંડલમાં ત્રણ ઉપરાંત રાજકોટ, શાપર,જશદણ,દેરડી,સાણથલી સહિત આઠ બ્રાંચ ધરાવતી હોય બપોર સુધી દેરડી જશદણ સાણથલી સહિત નાં મતદારો નો ઘસારો રહ્યો હતો.બપોર બાદ મતદાન ની ગતી મદં બની હતી.મતદાન મા શહેરી મતદારો ની ઉદાસીનતા નજરે પડતી હતી. ઘારાસભ્ય ગીતાબા જાડેજા તથા તેમના પતિ પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાએ સવાર માં મતદાન કર્યુ હતુ.અને બપોર સુધી મતદાન મથક પર હાજર રહ્યા હતા.તેમના પુત્ર ગણેશભાઈ જેલમાં રહી આ ચુંટણી લડી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech