રાજકોટના તબીબની એપોઇન્ટમેન્ટ માટેે ગુગલ પરથી નંબર મેળવી વાતચીત બાદ અજાણી મહિલાએ મોકલેલ લીંક ખોલતા જ જૂનાગઢના શિક્ષકના ખાતામાંથી ૯૯,૫૦૦ની રકમ ટ્રાન્સફર થઈ જતા ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદ થઈ છે.જૂનાગઢમાં રહેતા શિક્ષકે રાજકોટના તબીબની એપોઇન્ટમેન્ટ લેવા ગુગલમાંથી નંબર મેળવી તે નંબર પર ફોન કરતા અજાણી બહેને દવાખાનાથી જ બોલતી હોવાનું જણાવી લિંક મોકલતા લિંક ઓપન થતા જ શિક્ષકના બેંક ખાતામાંથી અલગ અલગ ચાર ટ્રાન્જેકશન દ્રારા ૯૯,૫૦૦ની રકમ ટ્રાન્સફર થયા મામલે ઓનલાઇન છેતરપિંડી થયા અંગે અજાણ્યા નંબર સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે બી ડિવિઝનમાંથી પ્રા વિગત મુજબ જૂનાગઢના ઝાંઝરડા રોડ જોગી પાર્ક સોસાયટીમાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા કિશોરચદ્રં છગનલાલ દવેએ ગુગલમાંથી રાજકોટના ડો.રાજેશ તૈલીના નંબર મેળવ્યા હતા.તેમાં એપોઇન્ટમેન્ટ લેવા માટે ફોન કરતા સામેથી એક અજાણ્યા બહેને ડો. રાજેશ તેલીના દવાખાનાથી બોલું છું તેવું બોલી એપોઇન્ટમેન્ટ માટે શિક્ષકને લિંક મોકલી હતી. જે લિંક શિક્ષકે મોબાઈલમાં ઓપન કરી ત્યારબાદ તેના એસબીઆઇ બેન્ક એકાઉન્ટ નંબરમાંથી અલગ અલગ ચાર ટ્રાન્જેકશન થી ૯૯,૫૦૧ની રકમ ટ્રાન્સફર થઈ જતા અજાણ્યા ત્રણ મોબાઈલ નંબરના ધારક સામે ઓનલાઈન છેતરપિંડી કર્યા અંગે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીઆઈ ગઢવીએ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech