માંગરોળ યાર્ડ પાસે નારિયેળ ભરવાની બાબતે બે પક્ષ વચ્ચે મારામારીમાં છને ઈજા

  • September 16, 2024 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માંગરોળના વેરાવળ રોડ પર માર્કેટિંગ યાર્ડ પાસે ગઈકાલે સાંજે નાળિયેર ભરવા બાબતે બે પક્ષ વચ્ચે મારામારી થઈ હતી. સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ ઉગ્ર સ્વપ ધારણ થતાં બંને પક્ષ વચ્ચે  ધોકા વડે સામ સામે મારામારી થઈ હતી.જેમાં ઇજાગ્રસ્તોને જુનાગઢ અને કેશોદ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.માંગરોળના વેરાવળ રોડ પર આવેલ માર્કેટિંગ યાર્ડ પાસે ગઈકાલે થયેલ મારામારીમાં બે પક્ષો વચ્ચે ધોકાઓ વડે સામસામે મારામારી થઈ હતી.બનાવની જાણ થતા પોલીસ નો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.મારામારીમાં  અબ્દુલ રજાક બખાઈ, ઈરફાન હસન બખાઈ, સલીમ હસન બખાઈ, અને મુસા મહંમદ બતકને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત યુવકોને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલે ખસેડાયા હતા. જે પૈકી બે યુવકો કોમામાં હોવા અંગે વિગત મળી છે યારે અન્ય એક યુવકને સામાન્ય ઇજા થઈ છે. આ ઉપરાંત અન્ય બે ઇજાગ્રસ્તને કેશોદ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.ઈદના તહેવાર પૂર્વેજ માંગરોળમાં બે પક્ષ વચ્ચે થયેલી સામસામે મારામારીના બનાવના પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આજે સવારથી પણ પોલીસ દ્રારા હોસ્પિટલ ખાતે બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
સમગ્ર મામલે બંને પક્ષોના નિવેદન અને લેવાની તજવીજ હાથ ધરી છે.માંગરોળમાં રાત્રિના સમયે થયેલ મારામારીના બનાવ બાદ સવારથી જ પોલીસ વિભાગ દ્રારા બંદોબસ્ત વધારવામાં આવ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application