નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારમાં મંદી

  • February 13, 2023 07:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજ ેસાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે વૈશ્વિક બજારમાંથી નબળા સંકેતો મળી રહ્યા છે. જેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે. આજે સાહના પ્રથમ સેશનમાં ભારતીય સ્ટોક માર્કેટમાં મંદીની ચાલ સાથે શઆત થઈ છે.





આજે બીએસઈનો સેન્સેકસ ગઈકાલના ૬૦૬૮૨.૭ની સામે ૨૯.૮૮ પોઈન્ટ ઘટીને ૬૦૬૫૨.૮૨ પર ખુલ્યો હતો યારે નિટી ગઈકાલના ૧૭૮૫૬.૫ની સામે ૨.૬૦ પોઈન્ટ ઘટીને ૧૭૮૫૯.૧ પર ખુલ્યો હતો. બેંક નિટીની વાત કરીએ તો તે ગઈકાલના ૪૧૫૫૯.૪ની સામે ૪.૧૦ પોઈન્ટ ઘટીને ૪૧૫૬૩.૫ પર ખુલ્યો હતો.આ લખાય છે ત્યારે સેન્સેકસ ૩૬૦ પોઈન્ટ નીચે કારોબાર કરી રહ્યો છે.




અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પોટર્સ, એમએન્ડએમ, બજાજ ઓટો અને યુપીએલ નિટી પર સૌથી વધનારા સ્ટોક હતા, યારે કોલ ઈન્ડિયા, ઈન્ફોસિસ, એચડીએફસી, ડિવિસ લેબ્સ અને વિપ્રો સૌથી વધુ ઘટનારા સ્ટોક હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application