જૂન મહિનાથી શ થયેલું નૈઋત્યનું ચોમાસું હવે તેના અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. આગામી બે સાહ માટેના હવામાન ખાતા દ્રારા જાહેર કરવામાં આવેલા અનુમાનમાં જણાવ્યા મુજબ આગામી તારીખ ૨૩ સપ્ટેમ્બરથી સાઉથવેસ્ટ મોનસુન એટલે કે નૈઋત્યનું ચોમાસુ પાછું ખેંચવાની પ્રક્રિયા શ થઈ જશે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ મોનસુન વીડ્રોલની આ પ્રક્રિયા નોર્થ વેસ્ટ ઇન્ડિયાથી તારીખ ૨૩ સપ્ટેમ્બર થી શ થશે અને ત્યાર પછી તબક્કા વાર તે સમગ્ર દેશમાં આગળ વધતી જશે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ચાલુ સાહે અંદામાન નિકોબાર ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના અમુક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શકયતા છે પરંતુ તે સિવાય દેશના મોટાભાગના રાયોમાં અત્યારે ચોમાસાની કોઈ સિસ્ટમ એકિટવેટ ન હોવાના કારણે સારા વરસાદની શકયતા નથી અને આગામી સાહે ચોમાસું વધુ નબળું પડી જશે.
મોનસુન લાઈન અત્યારે દક્ષિણમાં તેની નોર્મલ પોઝિશનમાં છે. પરંતુ આગામી સાહના મધ્ય ભાગમાં તે નોર્થ દિશા તરફ શિટ થઈ જશે અને તેના કારણે ચોમાસાની વિદાયનો પ્રારભં વધુ ઝડપથી શ થઈ જશે.
ગુજરાતમાં તો છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદ માત્ર સમ ખાવા પૂરતો રહી ગયો છે આજે સવારે છ વાગ્યે પુરા થતા ૨૪ કલાક દરમિયાન ગુજરાતમાં માત્ર ૧૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે પરંતુ કયાંય પૂરો અડધો ઈંચ પણ વરસાદ પડો નથી. તાપી જિલ્લાના ડોલવણ સોનગઢ વાલોડ વ્યારા નવસારી જિલ્લાના ચીખલી ખેરગ્રામ સુરત જિલ્લાના મહત્પવા બારડોલી પલસાણા નવસારી જિલ્લાના પારડી અને વલસાડ જિલ્લાના ધરમપુરમાં સામાન્ય ઝાપટા પડા છે.
સૌરાષ્ટ્ર્ર કચ્છ સહિત રાયના અન્ય ભાગોમાં વરસાદનો એક છાંટો પણ પડો નથી
દેશભરમાં સરેરાશ કરતા સાત ટકા વધુ વરસાદ
તારીખ ૧ જુન થી ૧૮ સપ્ટેમ્બર સુધીમાં દેશના સરેરાશ કરતાં સાત ટકા વધુ વરસાદ પડો હોવાનું ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્રારા જાહેર કરવામાં આવ્યું છે. આઈએમડીના જણાવ્યા મુજબ ઈસ્ટ અને નોર્થ ઇસ્ટના રાયોમાં સરેરાશ કરતા ૧૪% ઓછો વરસાદ થયો છે. નોર્થ વેસ્ટ મા ૭% સેન્ટ્રલમાં ૧૮% અને દક્ષિણમાં ૧૭% વધુ વરસાદ સરેરાશ કરતા નોંધાયો છે
વરસાદ બધં થતાં ગરમી વધી
વરસાદ બધં થવાથી ગરમીના પ્રમાણમાં વધારો થયો છે. ગુવારે પણ સમગ્ર રાયમાં સૌથી ઐંચું તાપમાન રાજકોટમાં ૩૬.૧ ડીગ્રી નોંધાયું હતું જે અત્યારે હોવું જોઈએ તેના કરતાં ૨.૪ ડિગ્રી વધુ છે. આ ઉપરાંત અમદાવાદ ભુજ ડીસા સુરેન્દ્રનગર સહિત રાયના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રીને પાર કરી ગયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech