અમરેલીના બસપોર્ટમાં એરપોર્ટ જેવી સુવિધા: મુખ્યમંત્રી દ્રારા લોકાર્પણ

  • September 20, 2024 02:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમરેલી એસ.ટી.બસ સ્ટેશન ખાતે નવીન અધતન સુવિધાસભર બસપોર્ટના લોકાર્પણ, સ્પોર્ટસ કોમ્પલેકસ અને રાજમહેલ નવીનીકરણ સહિત જિલ્લામાં રાયના વિવિધ વિભાગના . ૨૯૨ કરોડના ૭૭ વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનાં લોકાર્પણ–ખાતમુહર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પધારેલા રાયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું લાઠી તાલુકાના દુધાળા હેલિપેડ પર ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. અમરેલી હેલિપેડ પર પધ્મશ્રી સવજીભાઈ ધોળકીયા, કલેકટર અજય દહિયા, ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર, જિલ્લા પોલીસ વડા હિમકર સિંઘ, સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યુ હતુ. ભૂપેન્દ્રભાઈ પટેલે લાઠીના દુધાળા ગામે આવેલા નારણ સરોવરના ટેબલ પોઈન્ટ ખાતેથી ધોળકિયા ફાઉન્ડેશન દ્રારા જળસંચયના થયેલા કાર્યેાનું નિરીક્ષણ કયુ હતું. મુખ્યમંત્રી એ ધોળકિયા ફાઉન્ડેશનના ચેરમેન અને પધ્મશ્રી સવજીભાઈ ધોળકિયા સાથે જળસંચયના કાર્યેાને વેગ આપવા માટે જરી પરામર્શ કર્યેા હતો. મુખ્યમંત્રીને સવજીભાઈ ધોળકિયાએ ગાગડીયા નદી પર લાઠી અને લીલીયા તાલુકાના વિસ્તારમાં થયેલા જળસંચયના કાર્યેા અને ભૌગોલિક સ્થિતિથી અવગત કર્યા હતા.
અમરેલી ખાતે તૈયાર થયેલ અત્યાધુનિક બસ ટર્મિનલ આધુનિક સુવિધાઓથી સજ છે. જેથી આ બસપોર્ટ ખાતેથી આવાગમન કરનાર મુસાફરોને એરપોર્ટ જેવી સુવિધાઓનો અહેસાસ થાય. એરપોર્ટ પર જે પ્રકારની સુવિધાઓ હોય એવી સ્ટેટ ઓફ આર્ટ સુવિધાઓ અમરેલી બસપોર્ટ ખાતે ઉભી કરવામાં આવી છે. બસપોર્ટ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application