વિધાનસભામાં આજે રાજકોટ મેટરનીટી હોસ્પીટલના સીસીટીવી ફટેજ લીંક થવાનો મામલો કોંગ્રેસ દ્રારા ઉઠાવાયો હતો અને મામલો ગરમાયો હતો. વિધાનસભાના નિયમોના નિયમ–૧૧૬ હેઠળની તાકીદની જાહેર અગત્યની બાબત પર માન.મુખ્યમંત્રી(ગૃહ) નું ધ્યાન દોરતી સભ્ય અમીત ચાવડા શૈલેષ પરમાર, કિરીટકુમાર પટેલ અને તુષાર ચૌધરીની સૂચના દાખલ કરવામાં આવી હતી.
જેના જવાબમાં રાજયના ગૃહ રાય મંત્રીએ જણાવ્યું હતું કે.તાજેતરમાં રાજકોટની એક ખાનગી મેટરનીટી હોમમાં મહિલા દર્દીઓની સારવારના સી.સી.ટી.વી. ફટેજના વીડિયો યુટુબ અને ટેલીગ્રામ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યા છે ત્યારે દર્દીઓની ગુતા જળવાતી નથી અને હજારો લોકોએ આ વીડિયો જોયો છે. ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની પ્રાઇવસીનો ભગં થતાં જાહેર જનતામાં ભારે રોષ ફેલાયેલ છે અને આવા વીડિયો આપનાર અને વાયરલ કરતી ચેનલો તેમજ પ્રાઇવસીનો ભગં કરતી હોસ્પિટલો સામે રાજય સરકારે લીધેલાં કે લેવા ધારેલા પગલાંની વિગતો આપી હતી. આ મામલે અમદાવાદ શહેરની સોશિયલ મિડીયા મોનીટરીંગ સેલ ટીમ દ્રારા તા.૧૭૦૨૨૦૨૫ના રોજ સોશિયલ મિડીયામાં યુ–ટુબ ચેનલ પર હોસ્પિટલના ચેક–અપ મના મહિલા દર્દીની સારવારના વિડીયો અપલોડ કરેલ હોવાનું ધ્યાને આવતા અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્રારા ગુનો દાખલ કરવામાં આવેલ છે.
આ ગુનાને ગંભીરતાથી લઈ સી.સી.ટી.વી. તથા સોશિયલ મિડીયાના ફુટેજ એનાલીસીસ કરતાં આ સી.સી.ટી.વી. ફુટેજ પાયલ મેટરનીટી હોમ, રાજકોટના હોવાનું ધ્યાને આવેલ, તેમજ યુ–ટુબ તથા ટેલીગ્રામ ચેનલના ક્રિએટર ગુજરાત રાજય બહારના હોવાનું જાણવા મળેલ.
જે અન્વયે બે અલગ–અલગ ટીમ મહારાષ્ટ્ર્ર રાજયના લાતુર જિલ્લાના સાંગલી ખાતે તથા ઉત્તર પ્રદેશ રાજયના પ્રયાગરાજ જિલ્લાના ભીંસ ખાતે તપાસ માટે તાત્કાલિક રવાના કરવામાં આવી હતી.
તપાસ માટે રવાના થયેલ પોલીસની બન્ને ટીમો દ્રારા ૧૩૦૦ કિ.મી.નું અંતર કાપી કુલ–૦૩ સંદિગ્ધ ઇસમો, જેમાં મહારાષ્ટ્ર્રમાંથી બે અને ઉત્તર પ્રદેશમાંથી એકને ફકત ૩૬ કલાકમાં પકડી પાડેલ છે.
પ્રાથમિક પૂછપરછ કરતાં આ ત્રણેય ઈસમો હેકર્સ દ્રારા અલગ– અલગ રાજયની હોસ્પિટલો તથા અન્ય જાહેર જગ્યાના સી.સી.ટી.વી. કેમેરાઓ કે જેના સિકયુરીટી પાસવર્ડ વીક અથવા ડીફોલ્ટ હોય તેવા સી.સી.ટી.વી. કેમેરા હેક કરી આવાં યુઝર આઈ.ડી., પાસવર્ડ પોતાના આર્થિક ફાયદા માટે વેચતા હોવાનું જાણવા મળેલ છે. હાલમાં આ ગુનાની વધુ તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેર દ્રારા કરવામાં આવી રહેલ છે અને તપાસ દરમિયાન આઈટી એકટ, સેકશન ૬૬(૨)નો ઉમેરો કરવામાં આવેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનાના ભાવમાં મોટો ઘટાડો, 1300 રૂપિયાથી વધુનો ઘટાડો, ચાંદીના ભાવ પણ તૂટ્યા
April 04, 2025 10:44 PMટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech