યુનિ.ના પાંચ અધિકારીના પગારમાં થશે તગડો વધારો

  • September 20, 2024 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં ફરજ બજાવતા પાંચ અધિકારીઓના પગારમાં વધારો કરવાની દરખાસ્ત સરકારમાં મોકલવામાં આવી છે. ડેપ્યુટી રજીસ્ટાર કક્ષાના આ પાંચ અધિકારીઓ જોઈન્ટ રજીસ્ટાર તરીકે પ્રમોશન મેળવવા માટે પાત્ર બને છે.
યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યા મુજબ પાંચ વર્ષ કે તેથી વધુ સમય માટે ડેપ્યુટી રજીસ્ટાર તરીકે ફરજ બજાવનાર અધિકારીઓને લેવલ ૧૪ નો પગાર મળવો જોઈએ પરંતુ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં ફરજ બજાવતા વર્તમાન ઇન્ચાર્જ રજીસ્ટાર રમેશભાઈ પરમાર ઉપરાંત મનીષભાઈ ધામેચા જી.કે.જોશી અમિતભાઈ પારેખ અને લીનાબેન ગાંધીને લેવલ ૧૩ નો પગાર મળે છે.
આ તમામ અધિકારીઓને ડેપ્યુટી રજીસ્ટાર માંથી જોઈન્ટ રજીસ્ટાર તરીકે પ્રમોશન આપવાની પણ દરખાસ્ત સરકારમાં મોકલવામાં આવી હોવાનું જાણવા મળે છે. પગાર વધારા અને પ્રમોશનની આ દરખાસ્તને રાય સરકાર તરફથી મંજૂરી મળ્યા પછી અમલવારી કરવામાં આવશે. જોકે યુનિવર્સિટીના અધિકારીઓ જણાવે છે કે યારથી ગુજરાત કોમન યુનિવર્સિટી એકટ અમલમાં આવ્યો ત્યારથી જ પગાર વધારાનો અને પ્રમોશનનો લાભ મળવો જોઈએ. આ બાબતે ઇન્ચાર્જ કુલપતિ કમલસિંહ ડોડીયા સમક્ષ રજૂઆત કરાતા સરકારમાં ફાઈલ મોકલવામાં આવી છે. પરંતુ મંજૂરી મળ્યા પછી આગળની કાર્યવાહી થઈ શકશે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં આગામી તારીખ ૨૫ ઓકટોબરના રોજ પરીક્ષા નિયામક નિવૃત્ત થઈ રહ્યા છે. રજીસ્ટારની કાયમી જગ્યા પણ ખાલી પડી છે. આ બંને જગ્યા ભરવા માટે જાહેરાત આપીને અરજીઓ મંગાવવામાં આવી છે અને સાથોસાથ પ્રમોશન અને પગાર વધારાની પ્રક્રિયા પણ સ્થાનિક કક્ષાએથી શ થઈ ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application