સરધાર સ્વામિનારાયણ મંદિર વિધ્ધ દાવો રદ થયા સામે સેશન્સ કોર્ટમાં થયેલી અપીલ નામંજૂર

  • March 07, 2023 10:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સેશન્સ કોર્ટે સરધાર સ્વામિનારાયણ મંદિર સામે ભલાભાઈ નારણભાઇ મકવાણા દ્રારા કરવામાં આવેલ અપીલ રદ્દ કરી દીધી છે. આ કેસમાં અપીલકર્તાએ રાજકોટના સિવિલ જજ સમક્ષ સરધાર સ્વામિનારાયણ મંદિર વિધ્ધ વિજ્ઞાપન, કાયમી મનાઈ હુકમ તથા આદેશાત્મક હત્પકમ મળવા અંગેનો દાવો દાખલ કર્યેા હતો. જે દાવાની નોટીસ સમન્સ સરધાર સ્વામીનારાયણ મંદિરને બજી જતાં તેમના વતી વકીલો દ્રારા બધાભાઈ તથા અન્યોએ કરેલો દાવો રદ કરવા સંબંધેની અરજી દાખલ કરી હતી. જે અરજી સિવિલ કોર્ટે દ્રારા બંને પક્ષકારોને સાંભળી મંજુર કરી હતી. અને વાદી બધાભાઈ મકવાણાનો દાવો સિવિલ કોર્ટ દ્રારા રદ કરવામાં આવ્યો હતો.





વાદી બધાભાઈ મકવાણાનો દાવો સિવિલ કોર્ટ દ્રારા રદ કરવામાં આવતા તેમણે રાજકોટના એડિ. ડિસ્ટિ્રકટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. ત્યારે આ  અપીલની સુનાવણી હાથ ધરતા મંદિર તરફના વકીલ એડવોકેટ આનદં બી. જોષી તથા જતીન વી. ઠક્કરે રજૂઆત કરેલ કે એપેલન્ટ બધાભાઈ મકવાણાએ અપીલમાં રજુ રાખેલ કારણોની વિગતવાર રજૂઆત કે સિવિલ કોર્ટનો હત્પકમ રદ થવાને પાત્ર છે, તે મતલબની દલીલો કરાઇ હતી, તેમજ સરધાર સ્વામીનારાયણ મંદિર વતી રજૂઆત કરાઇ હતી કે એપેલેટ દ્રારા દર્શાવેલ કારણો યોગ્ય અને ટકવાપાત્ર નથી અને સિવીલ કોર્ટનો હુકમ સ્પષ્ટ્ર અને સાચો છે, તેવી રજૂઆત અને તે અનુસંધાને ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ તથા બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈનને ધ્યાને લઈ તથા કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંતોને ધ્યાને લઈ એપેલન્ટ (વાદી) બધાભાઈ મકવાણાની અપીલ નામંજૂર કરતો હુકમ ફરમાવી એડિ. ડિસ્ટિ્રકટ એન્ડ સેશન્સ કોર્ટ દ્રારા દીવાની દાવામાં ફરમાવેલ હુકમને કાયમ રાખ્યો હતો. અને એપલેન્ટની અપીલ નામંજુર કરી હતી. આ કામમાં સરધાર સ્વામીનારાયણ મંદિર વતી રાજકોટના એડવોકેટ આનદં બી. જોષી, જતીન વી. ઠકકર, દેવાંગ વી. ભટ્ટ, સંદીપ ડી. પાનસુરીયા, વિપુલ ટી. પંડયા તથા હિત આર. અવલાણી અને અતુલ મહેતા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application