ઉનાળાની અસર : રાજકોટમાં એક મહિનામાં 737 હિટ સ્ટ્રોકના કેસ, 108માં જ કરાઈ આ સુવિધા ઉપલબ્ધ...

  • May 24, 2023 09:15 AM 

-

 ઉનાળાનો તાપ અતિશય આકરો છે. લોકો પણ ગરમીને લઇને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ ગરમીમાં સવારે 9 વાગ્યે પણ લોકો બહાર નીકળે તો 12 વાગ્યા જેવો તાપ સહન કરવો પડે છે. આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે અને બપોરે બહાર ન નીકળવાની તેમજ પાણી વધુ પીવાની જેવી સલાહ સૂચન આપવામાં આવ્યા છે. આ ઉનાળામાં હાલ રાજકોટમાં ગરમી 44 ડિગ્રીને પાર પહોંચી છે. જેને લઇને લોકોમાં ઝાડા, ઉલ્ટી, બેભાન, ચક્કર, લુ લાગવી જેવા કેસો વધ્યા છે. શહેરમાં એક મહિનામાં હિટ સ્ટ્રોકના 737 જેટલા કેસ નોંધાયા છે. 


રાજકોટ જિલ્લાના 108 પ્રોગ્રામ મેનેજરના જણાવ્યા અનુસાર, ઉનાળામાં 108ના ફોન કોલ્સમાં વધારો થયો છે. વધતી જતી ગરમીને લઇને ચક્કર આવવા, લુ લાગવી, બેભાન થવાના, ઝાડા, ઉલ્ટી જેવા કેસ વધ્યા છે. છેલ્લા એક મહિનાની વાત કરીએ તો રાજકોટમાં 737 કેસ હિટ સ્ટ્રોકના નોંધાયા છે. ખાસ તો હિટ સ્ટ્રોકના કેસ ખુલ્લામાં કામ કરતા શ્રમિકો, તડકામાં કામ કરતા ડિલિવરી બોય, સેલ્સ મેન સહિતનામાં જોવા મળ્યા છે. 108 એમ્બ્યુલન્સમાં પણ ગરમીને લઇને વિશેષ વ્યવસ્થા રાખવામાં આવી છે. 108ની અંદર જ લોકોને પાણીના પોતા, ગ્લુકોઝ સહિતની વ્યવસ્થા આપવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application