શહેરની તમામ ઝુંપડપટ્ટી રૂા.૧ના ભાવથી રેગ્યુલરાઇઝ કરવા ઝુંપડપટ્ટી મહાપરિષદની માગ
શહેરની તમામ ઝુંપડપટ્ટી રૂા.૧ના ભાવથી રેગ્યુલરાઇઝ કરવા ઝુંપડપટ્ટી મહાપરિષદની માગ
May 04, 2026 09:32 PM
રાજકોટ ઝુંપડપટ્ટી મહાપરિષદ દ્વારા ગુજરાત રાજયના રાજયપાલને ફેક્સ દ્વારા પત્ર જોડવીને રાજકોટ મહાનગર પાલિકાએ જંગલેશ્વર વિસ્તારમાં એક મોટું ડિમોલેશન કરવામાં આવ્યું અને હજુ બે દિવસ બાદ આજ વિસ્તારના બાકી રહેતા મકાનોનું ડિમોલેશન કરવાનું નક્કી છે. રાજયપાલનું પદ રાજકારણથી પર હોય છે અને આપની પાસે સરકાર કે સરકારી અધિકરીઓ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરી કોઈ કામ દબાણવશ કરાવવામાં આવતું હોય તેવા સંજોગોમાં આપની પાસે વિશાળ સત્તા છે. ફકત રાજકીય હેતુસર કોઈ રાજકિય પક્ષનેન નિશાન બનાવવાન હેતુસર આવા ડિમોલેશન થતા અટકાવવા આપની ફરજનો ભાગ છે. મહાનગર પાલિકા બન્યા પછી કેટલી વખત આ વિસ્તારની તમામ બેઠકો કોંગ્રેસને મળતી આવે છે. તે આપ મ્યુ. કોર્પોરેશનમાંથી વિગતો મળી શકે છે. છેલ્લે ૧૫૦ વર્ષ જુની ઝુંપડપટ્ટીને ફક્ત રાજકીય હેતુસર નુકશાન કરવું લોકહિતમાં નથી. ગુજરાતના ઘણાં વિસ્તારમાં ૨૦ વર્ષ ઉપરના કબ્જાવાળાને રેગ્યુલર કરવાના કાયદો અમલમાં હતા તેનો લાભ નાના માણસોને નથી મળતો અને સરકારી જમીનોમાં પેશકદમી ગણી ગમે ત્યારે દબાવવાની કોશિષો થાય છે. જ્યારે સત્તાધારી પક્ષના ઉમેદવાર અથવા હોદ્દેદારના સગા-સંબંધીના કેસમાં તેને બચાવ કરવા તમામ નિયમો નેવે મુકતા સત્તાધારી પક્ષ અચકાતો નથી. વર્ષો પહેલા જાગનાથ પ્લોટ અને આજુબાજુના પોશ વિસ્તારમાં યુ.એલ.સી.ના ફાજલ પ્લોટ ઉપર બગલા બાંધી વર્ષો સુધી કેસ ચાલ્યા બાદ પાડવાના હુકમ થયા પછી સત્તાનો દૂરઉપયોગ કરી આવા બંગલામાં સત્તાધારી પક્ષના કાયદેસરના હોદારને બચાવવા માટે જનરલ બોર્ડે ઠરાવ કરી મફતના ભાવમાં જમીન આપી દેવામાં આવી. તે પણ સરકારી જમીનની વ્યાખ્યામાં આવતી હતી. આમ એકને ગોળ અને એકને ખોળની નીતિ ચલાવી લેવાય નહીં. આની વિગતો પણ આપ આસાનીથી મેળવી શકો છો. દિલ્હીની અગાઉની ધારાસભા ચૂંટણીમાં કેજરીવાલે પત્રકાર પરિષદમાં લોકોને અમારી સરકાર બનશે તો લોકોના ખાતામાં અમુક રકમો નાખશું આવી જાહેરાત કરેલ. ચૂંટણી જીત્યા બાદ અમલવારી તુરંત ન થતા લોકો દિલ્હી હાઈકોર્ટમાં ગયેલ કે અમને જાહેરમાં વચન આપેલ છે. કિલ્હી હાઈકોર્ટે ન્યૂઝપેપરના કીંગ અને કેજરીવાલના વિડીયો રકોર્ડીંગ તપાસ કરી વચન આપ્યા મુજબ રકમ ચુકવવાનો આદેશ આપેલ. જયારે રાજકોટ મહાનગર પાલિકાએ સંસદની ચૂંટતી વખતે રાજકોટ શહેરની તમામ ઝુંપડપટ્ટીને ત્ય. ૧ રૂપિયાની વાર લેખે ઝુંપડપટ્ટી રેગ્યુલાઈઝ કરી આપવાનો જનરલ બોર્ડમાં ઠરાવ પસાર કરવામાં આવેલ હતો. હવે સવાલ એ ઉભો થાય છે કે કેજરીવાલ એક ઉમેદવાર તરીકે આપેલ મૌખિક વચન પાળવાની ફરજ દિલ્હી હાઇકોર્ટ પાડી શકતી હોય તો જેના શાસનમાં સત્તાધારી અને વિપક્ષ દ્વારા સર્વાનુમતે ઠરાવ કરી રાજકોટ શહેરની તમામ ઝુંપડપટ્ટી રેગ્યુલર કરી આપવાનો લેખીતમાં ઠરાવ થયેલ હોય અને આ રેકર્ડ મ્યુ. કોર્પોરેશન હયાત હોય તો ગુજરાત હાઈકોર્ટે આ રેકર્ડ મંગાવીને તપાસી અને સત્ય સાબીત થયે દિલ્હી હાઈકોર્ટની માફક જનરલના ઠરાવને તાત્કાલીક અસરથી અમલ કરવાનો હુકમ કરવો જોઈએ અથવા ઝુંપડપટ્ટીના વકીલને આવા ઠરાવ, દિલ્હી હાઈકોર્ટનો હુકમ આવા પૂરતા પુરાવા એકત્ર કરવા ચોમાસું વીતે ત્યાં સુધીનો સમય આપી સાચા રૂપમાં નાના માણસોને મળવાપાત્ર ન્યાય મળી રહે એટલો સમય આપવો જોઈએ. આમ કરવાથી સામા પક્ષે કોઈ નુકશાની નથી પરંતુ વસવાટ કરતા લોકો આવતા મહિનાથી ચોમાસું બેસી જતા તેમની હાલત કેવી થાશે તે નજર સમક્ષ રાખી ખરા અર્થમાં નાના માણસોને ન્યાય મળે અને અગાઉ સર્વાનુમતે જે ઠરાવ પસાર કરેલ છે તે મુજબ રાજકોટ શહેરની તમામ ઝુંપડપટ્ટી રૂા. ૧ના ભાવથી રેગ્યુલાઈઝ કરી આપવાની માંગણી મહાપરિષદના પ્રમુખ દાનુભા સોઢાએ કરી છે.