BREAKING NEWS

જામનગર: ફલ્લા ગામમાં વર્લી મટકાનો જુગાર રમતો શખ્સ પકડાયો

  • July 13, 2026 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ફલ્લા ગામમાં વર્લી મટકાનો જુગાર રમતો શખ્સ પકડાયો

જામનગર શહેર અને નજીકના વિસ્તારોમાં વર્લી મટકાના જુગાર પર પોલીસ દ્વારા સમયાંતરે દરોડા પાડવામાં આવે છે, દરમ્યાનમાં ફલ્લા ગામમાંથી એક શખ્સને વર્લી મટકાના આંકડા લખી જુગાર રમતા રોકડ અને સાહિત્ય સાથે પકડી લીધો હતો.
​​​​​​​
ફલ્લા ગામમાં રામ મંદિરની બાજુમાં રહેતા વેપાર કરતા ભાઇલાલ દેવજી ધમસાણીયા (ઉ.વ.૬૨) નામનો શખ્સ ફલ્લા ગામમાં પાનની દુકાન નજીક જાહેરમાં વર્લી મટકાના આંકડા લખી પૈસાની હારજીતનો જુગાર રમતા પંચકોશી-એ પોલીસ દ્વારા રેઇડ દરમ્યાન ભાઇલાલને પકડી લીધો હતો તેની પાસેથી રોકડા ૪૩૦, વર્લીનું સાહિત્ય કબ્જે કર્યુ હતું, અત્રે ઉલ્લેખનીય છે કે વર્લીના દુષણથી લોકો પાયમાલ થતા હોય આથી આ દુષણને ડામવા પોલીસ દ્વારા અવાર નવાર દરોડા પાડવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application