જામનગરમાં યુવાન પર છરીબાજી: પતાવી દેવાની ધમકી દીધી
જામનગરના નગીના મસ્જીદ ચોક વિસ્તારમાં એક યુવાન સાથે ઝઘડો કરીને એક શખ્સે ઢીકાપાટુનો માર મારી તેમજ ધમકી આપી અને છરી વડે હુમલો કર્યો હતો.
જામનગરના એસટી ગોડાઉન આગળ રહેતા રસીલાબેન પ્રકાશભાઇ સોલંકી (ઉ.વ.૩૦) નામની મહિલાએ ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં જામનગરના રાહુલ અશોક મહેતા નામના શખ્સ વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદીના પતિ તા. ૧૧ના રોજ નગીના મસ્જીદ ચોક ખાતે કોઇ કામ સબબ ગયા હતા, આરોપી ત્યાથી નીકળતા ફરીયાદીના પતિ સાથે અથડાઇ બોલાચાલી ને ઝઘડો કર્યો હતો, દરમ્યાન ફરીયાદીના પતિને ઢીકાપાટુનો માર મારી છરી વડે હુમલો કરી માથા, કપાળના ભાગે ઘા ઝીંકી ઇજા પહોચાડી હતી અને હવે અહીં આવતો નહી નહીતર પતાવી દઇશ એવી ધમકી દીધી હતી.