BREAKING NEWS

જામનગરમાં પુત્રીએ માતાને ઘર અને દુકાનમાંથી કાઢી મૂકી

  • July 13, 2026 12:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં પુત્રીએ માતાને ઘર અને દુકાનમાંથી કાઢી મૂકી

કબજો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ

જામનગર શહેરના ડીફેન્સ કોલોની વિસ્તારમાં રહેતી અને પોતાના ઘરે દુકાન ચલાવતી એક વૃદ્ધ મહિલાએ પોતાની દીકરી સામે મારપીટ, ગાળાગાળી, જાનથી મારી નાખવાની ધમકી આપી ઘર તથા દુકાન પર બળજબરીથી કબજો કરી લેવાના આક્ષેપ સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ મહિલાના પતિનું વર્ષ ૨૦૧૭માં અવસાન થયું હતું. તેમના ચાર દીકરા અને એક દીકરી છે. દીકરી નુરજહાના લગ્ન વર્ષ ૨૦૦૪માં ઉત્તર પ્રદેશમાં થયા હતા અને તે છેલ્લા કેટલાક વર્ષોથી લખનૌમાં રહેતી હતી. માતાને લખનૌ બોલાવ્યા હતા. ત્યારબાદ દીકરી માતાને જાણ કર્યા વિના જામનગર આવી ગઈ હતી. બાદમાં ફરિયાદી મહિલા જામનગર પરત ફર્યા હતા.

ફરિયાદ અનુસાર તા. ૧૫ જૂન, ૨૦૨૬ના રોજ દીકરીએ માતાને જણાવ્યું કે હવે ઘર અને જનરલ સ્ટોરની દુકાન તેની માલિકીની છે અને માતાનો તેમાં કોઈ હક્ક નથી. આ મુદ્દે બોલાચાલી થતાં દીકરીએ ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત ફરીથી ઘર કે દુકાનમાં પ્રવેશ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી માતાને ઘરની બહાર કાઢી મૂકી ઘર તથા દુકાન પર બળજબરીથી કબજો કરી લીધો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

આ ફરિયાદના આધારે પોલીસે દીકરી નુરજહા શેખ સામે મારપીટ, ધમકી, ગાળાગાળી તેમજ બળજબરીથી મિલકત પર કબજો કર્યાના આક્ષેપોને લઈને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application