વાવાઝોડાના કારણે બે ડિસે.ની રામેશ્વરમની એક્સપ્રેસ ટ્રેન રદ
વાવાઝોડાના કારણે બે ડિસે.ની રામેશ્વરમની એક્સપ્રેસ ટ્રેન રદ
November 29, 2025 11:00 AM
દક્ષિણ ભારત સાગર તટ ઉપર વાવાઝોડાની ચેતવણી ઉપરાંત રામેશ્વરના પમ્બન બ્રિજ પર પવનની ગતિ ૫૮ કિમી પ્રતિ કલાકની ઝડપે હોવાને કારણે, મુસાફરો અને રેલવેની સંપત્તિની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવેએ કેટલીક ટ્રેનોનું સંચાલન રદ કર્યું છે. તેમાં હવામાનની ઉપરોક્ત વિપરીત પરિસ્થિતિને કારણે રામેશ્વરથી ઉપડીને બીજી ડિસેમ્બરે સૌરાષ્ટ્રમાં પહોંચતી નં.૧૬૭૩૩ ઓખા- રામેશ્વરમ સાપ્તાહિક એક્ષપ્રેસ ટ્રેન તા. ૨૮. ૧૧. ૨૦૨૫ના રોજ રામેશ્વરથી રવાના કરી શકાઇ નથી. તેથી ઓખા ખાતે રેક ઉપલબ્ધ નહિ થવાને કારણે નં.૧૬૭૩૪ ઓખા- રામેશ્વરમ એક્સપ્રેસ ટ્રેન તા. ૨. ૧૨. ૨૦૨૫ના રોજ ઉપડી શકશે નહીં આથી રદ કરવામાં આવી છે.