BREAKING NEWS

માણાવદરમાં ભાજપ કાર્યાલયની સામે જ ભારે ગંદકીના ગંજ ખડકાયા

  • July 15, 2026 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માણાવદરના હાર્દ સમાન સિનેમા ચોક વિસ્તારમાં આવેલી ભાજપ કાર્યાલયની બરાબર સામે જ ગંદકીના કચરાના ઢગલા ખડકાતા સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં વહીવટી તત્રં સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જે દિવાલ પર સરકારી તત્રં દ્રારા 'સ્વચ્છતા અભિયાન'નું મોટું પેઇન્ટિંગ દોરીને લોકોને જાગૃત કરવાનો દાવો કરાયો છે, તેની બરાબર નીચે જ કચરાના પોઇન્ટથી ગંદકી ફેલાઈ રહી છે, જે તંત્રની બેધારી નીતિ છતી કરે છે. આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક વેપારી દિનેશ ઝાલાવાડીયાએ જણાવ્યું હતું કે, તેઓએ માણાવદર નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવા ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ આ ગંદકીના ફોટા પાડીને તંત્રનું ધ્યાન દોયુ હતું. તેમ છતાં આજદિન સુધી પાલિકાના કોઈ પણ અધિકારી કે કર્મચારી પરિસ્થિતિની સમીક્ષા કરવા કે મુલાકાત લેવા સુદ્ધાં આવ્યા નથી. સરકારી તત્રં ધારે તો રાતોરાત ગમે તેવા કામો કરી શકે છે, પરંતુ અહીં જવાબદાર અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. વેપારીઓએ આક્રોશ વ્યકત કરતા જણાવ્યું કે, આ એ જ મુખ્ય માર્ગ છે યાંથી કોઈ વ્યકિતનું મૃત્યુ થાય ત્યારે તેની નનામી અને સ્મશાન યાત્રા પસાર થાય છે. જીવનના છેલ્લ ા વિસામા તરફ જતી વખતે પણ શવ અને તેની સાથે જોડાયેલા લોકોને આ અસહ્ય ગંદકીની દુગધનો સામનો કરવો પડે છે, જે અત્યતં શરમજનક બાબત છે. હાલ આ વિસ્તારમાં માખીઓ, મચ્છરો અને ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. આ પરિસ્થિતિથી કંટાળીને સમગ્ર વિસ્તારના વેપારીઓ એકઠા થયા છે અને તેઓએ ચીફ ઓફિસરને આ બાબતે થોડી શરમ રાખી, તાત્કાલિક પગલાં ભરી આ કચરાના પોઇન્ટને અહીંથી કાયમ માટે હટાવવા અને કડક કાર્યવાહી કરવા ઉગ્ર માંગ કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application