આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
ગોંડલનાં ભવનાથનગરમાં રહેતા અને ડીવાયએસપી કચેરીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભગીરથસિંહ વાઘેલાનાં રહેણાંક મકાનમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામ ઉપર રેન્જ આઇજીની સ્કવોડ દ્રારા દરોડો પડાયાની ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાત પડા છે. બનાવને પગલે જીલ્લ ા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરે બી'ડીવીઝન પોલીસ સ્ટેશન નાં ડી'સ્ટાફ નાં છ પોલીસ કર્મચારીઓની ત્વરીત બદલી કરી રાજકોટ હેડ કવાર્ટર માં મુકી દેવાયાં છે.યારે જુગારધામ ચલાવતાં કોન્સ્ટેબલને તત્કાલ અસરથી સસ્પેન્ડ કરી દેવાયો છે. ભવનાથનગરમાં રહેતા કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલા દ્રારા ચાલી રહેલા મહીલાઓનાં જુગારધામ પર સોમવાર સાંજે રેન્જ આઇજીની સ્કોડ દ્રારા સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી જુગાર રમી રહેલી ૧૩ મહીલાઓને રૂા. ૧,૩૫,૯૦૦ની રોકડ સાથે જડપી લઇ કાર્યવાહી કરાઇ હતી.ભવનાથનગર બી'ડીવીઝન પોલીસ સ્ટેશન હેઠળ આવતુ હોય ડી'સ્ટાફની બેદરકારીને લઇને જીલ્લા પોલીસ અધિક્ષક દ્રારા આક પગલુ લેવાયુ છે. યારે જુગારધામ ચલાવી રહેલા ભગીરથસિંહ વાઘેલાને સસ્પેન્ડ કરી દેવાયો છે.જેની બદલી કરી દેવાઇ છે તેમા મદનસિંહ ચૌહાણ, શકિતસિંહ જાડેજા, ઓમદેવસિંહ જાડેજા, સુરપાલસિંહ જાડેજા, મહીપાલસિંહ ચુડાસમા તથા હિતેન્દ્રસિંહ ગોહિલનો સમાવેશ થાય છે.ઉપરોકત પોલીસ કર્મચારીઓના બેક રેફરન્સ વિના તત્કાલીન ફરજ પર થી છુટા કરી મોકલી આપવા હત્પકમ કરાયો હોય પોલીસ બેડામાં સન્નાટો મચી જવા પામ્યો છે.એક બાજુ રેન્જ આઇજી દા,જુગાર સહિત ની અસામાજીક પ્રવૃત્તિઓ સામે આક વલણ દાખવી રહ્યા હોય અસામાજીક તત્વો ભોંભીતર થઇ ગયા છે.બીજી બાજુ પોલીસ મેન દ્રારા જ હાઈપ્રોફાઈલ જુગારધામ ચલાવાતું હોય ચકચાર મચી જવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
'મૂર્ખાઓનાં સોનાં'માંથી જાપાનને મળ્યો સાચાં સોનાનો મોટો ખજાનો
રાજકોટ કોર્પોરેશનના કોન્ટ્રાકટરે દાગીના ઓળવી, બ્યુટી પાર્લર સંચાલિકાને 25 લાખનો ધુંબો મારી દીધો
વાયદા બજારમાં ગાબડું: ચાંદીમાં રૂ.2700 અને સોનામાં 1500 રૂપિયાથી વધુનો કડાકો
રાજકોટ બ્રહ્મ સમાજ માત્ર 20 રૂપિયામાં થાળી જમાડશે, આવતીકાલથી શરૂ થશે અન્નપુર્ણા સંકલ્પ યોજના, જાણો વિગતે
સરકારી ફાઇલો હવે અટકશે નહીં, દોડશે! સચિવાલયમાં સેક્શન ઓફિસરોના 28 નવા પદોને મંજૂરી
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech