BREAKING NEWS

ગોંડલના વોરાકોટડા રોડ પર રહેતો ઇમ્તિયાઝ ઉર્ફે લાલો ૨.૭૯ લાખના ગાંજા સાથે ઝડપાયો

  • July 15, 2026 02:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે ગોંડલમાં વોરાકોટડા રોડ પર આવાસ યોજના કવાર્ટરમાં રહેતા શખસના મકાનમાં દરોડો પાડી અહીંથી . ૨.૭૯ લાખનો સાડા પાંચ કિલો ગાંજાનો જથ્થો ઝડપી લીધો હતો. ગાંજાના તથા સાથે ઝડપાયેલા ઈમ્તિયાઝ ઉર્ફે લાલાની પૂછતાછ કરતા તેને ગાંજાનો આ જથ્થો અઠવાડિયા પૂર્વે સ્વામીના ગઢડામાં રહેતો સાજીદ ઉર્ફે ભીખો આપી ગયાની કબુલાત આપી હતી. જેથી પોલીસે બંને સામે ગુનો નોંધી અન્ય આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ રેન્જ આઈજી નિર્લિ રાય અને રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્રારા સે નો ટુ ડ્રગ્સ મુહિમ અંતર્ગત માદક પદાર્થની પ્રવૃત્તિ સદંતર નાબૂદ કરવા અને તેની સામે અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હોય જેને લઇ એસઓજી પીઆઇ એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ જી.જે. ઝાલા અને પી.બી. મિશ્રા તથા ટીમ ગોંડલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એએસઆઇ વિપુલભાઈ ગુજરાતી અને ક્રિપાલસિંહ જાડેજાને એવી બાતમી મળી હતી કે, ગોંડલના વોરા કોટડા રોડ પર આવાસ કવાર્ટરમાં બ્લોક નંબર આઠ છ માં રહેતો ઈમ્તિયાઝ ઉર્ફે લાલો નામના શખસે પોતાના મકાનમાં માદક પદાર્થનો જથ્થો છુપાવી રાખ્યો છે.
બાતમીના આધારે ટીમે અહીં દરોડો પાડતા મકાનમાંથી પ્લાસ્ટિકનો શંકાસ્પદ થેલો મળી આવ્યો હતો. જેમાં તપાસ કરતા અંદરથી પિયા ૨,૭૯, ૬૦૦ ની કિંમતનો પાંચ કિલો ૫૯૨ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. બાદમાં પોલીસે આરોપી ઇમ્તિયાઝ ઉર્ફે લાલો ઈબ્રાહીમભાઇ સુમરાની અટક કરી હતી.
ગાંજા સાથે ઝડપાયેલા આરોપી ઈમ્તિયાઝ ઉર્ફે લાલાની પૂછતાછ કરતા તેને ગાંજાનો જથ્થો અઠવાડિયા પૂર્વે બોટાદના સ્વામીના ગઢડામાં રહેતો સાજીદ ઉર્ફે ભીખો બોબલભાઈ તરકવાડીયા આપી ગયો હોવાની કબુલાત આપી હતી. ગાંજા સાથે ઝડપાયેલા લાલા સામે અગાઉ આટકોટમાં પ્રોહિબિશન, ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં મારામારી, રાજકોટના ડીસીબી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન, સુરેન્દ્રનગરના ધજાળા અને વિંછીયા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસના ગુના નોંધાઈ ચૂકયા હોવાનું માલુમ પડું છે. હાલ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી ગાંજો સપ્યાલ કરનાર ગઢડા સ્વામીનાના સાજીદની શોધખોળ હાથ ધરી છે. આ અંગે વધુ તપાસ ગોંડલ બી.ડિવિઝન કરશે. આ કામગીરીમાં એએસઆઇ વિપુલભાઈ ગુજરાતી, પકભાઈ બોહરા, હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈ પલાળિયા, ક્રિપાલસિંહ જાડેજા, વિજયભાઈ વેગડ, પિયુષભાઈ અઘેરા, મયુરભાઈ વિરડા, કોન્સ્ટેબલ રણજીતભાઈ ધાંધલ, વિપુલભાઈ ગોહિલ, પૃથ્વીરાજસિંહ ડોડીયા, વિજયગીરી ગોસ્વામી અને નરસિંહ બાવળીયા તથા નવદીપ બાબરીયા સાથે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application