જૂનાગઢ સક્કરબાગમાં વાઘની પજવણી કરનાર પડધરી પંથકના બે ઝડપાયા
જૂનાગઢ સક્કરબાગમાં વાઘની પજવણી કરનાર પડધરી પંથકના બે ઝડપાયા
July 15, 2026 12:02 PM
જૂનાગઢ સક્કરબાગમાં પાંજરામાં રહેલા વાઘની પજવણીના બનાવ અંગે ઝુ ઓથોરિટી દ્રારા તપાસ શરૂ કરવામાં આવી હતી. વાયરલ વીડિયોમાં પાંજરામાં વાઘને કપડું ફેંકીને સર્કસનો ખેલ કરાવતા હોય તેવા દ્રશ્યોથી તંત્રમાં દોડધામ થઈ હતી. સીસીટીવીના આધારે વન વિભાગે પડધરી તાલુકાના બોડીધોડીમા રહેતા બે યુવકોને ઝડપી તેની વિરૂદ્ધ વન સંરક્ષણ અધિનિયમ હેઠળની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાચીન સકકરબાગમાં કેટલાક ટીખળખોર પ્રવાસીઓએ પાંજરામાં રહેલા વાઘની પજવણી કરતા હોય તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. વાઘના પાંજરા સામે એક સાથે ૫૦ પ્રવાસીઓ ઉભા હોય અને તેમાંથી બે ઈસમો વાઘ પાસે જ સરકસના ખેલ કરાવતા હોય તે રીતે પોતાના હાથમાં રહેલું કપડું પાંજરામાં ફેંકીને તે કપડું વાઘ પોતાના મોઢામાં નાખીને ખેલ કરતો હોય તેવા દ્રશ્યો મોબાઇલમાં કેદ થયા છે. સમગ્ર ઘટનામાં વાયરલ વિડીયો સકરબાગ ઝૂ ઓથોરિટી દ્રારા તપાસના આદેશ અપાયા હતાં અને સીસીટીવી ફટેજને આધારે વાઘની પજવણી કરનારને ઝડપવા ઝૂ નીયામક રાજદીપ સિંહ ઝાલા, કયુરેટર રાજલ પાઠક, વન અધિકારી સુત્રેજા, વન રક્ષક કુછડીયા, પારધી, પરમાર અને નેત્રમ શાખાની દ્રારા તપાસ કરવામાં આવી હતી. સીસીટીવી ફટેજમાં પડધરી તાલુકાના બોડી ઘોડીમા રહેતા દેવા નાગજીભાઈ શિરોડીયા અને બાબુલાલ ભીમાભાઇ શિરોડીયા બંનેને ઝડપી વન સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. બંને યુવકોએ હવે પછી કયારેય સિંહની પજવણી નહીં કરે તેની માફી પણ માંગી હતી