BREAKING NEWS

માણાવદર પોલીસ સ્ટેશનમાં બકરી ઈદ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

  • May 27, 2026 10:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માણાવદર : આગામી પવિત્ર બકરી ઈદના પર્વને અનુલક્ષીને માણાવદર પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક પીઆઇ જે.બી. પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેનો મુખ્ય હેતુ આગામી તહેવારો શાંતિપૂર્ણ અને ભાઈચારાના માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવાનો હતો.
બેઠક દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે વિવિધ મુદ્દાઓ પર ઐંડાણપૂર્વક ચર્ચા–વિચારણા કરવામાં આવી હતી. પીઆઈ પટેલે ઉપસ્થિત તમામ લોકોને અપીલ કરી હતી કે કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે સોશિયલ મીડિયા પર આવતા ભ્રામક મેસેજ કે અફવાઓથી દૂર રહેવું અને કોઈપણ માહિતી વાયરલ કરતા પહેલા તેની સત્યતાની ખરાઈ કરી લેવી. આ પ્રસંગે કોમી એકતાના પ્રતીક પે મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્રારા પીઆઈ જે.બી. પટેલનું શાલ ઓઢાડીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ, રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તહેવારને શાંતિથી ઉજવવા સહમતી દર્શાવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application