BREAKING NEWS

જામનગરના બુટલેગર સામે પાસા : લાજપોર જેલમાં ધકેલાયો

  • June 24, 2026 12:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના બુટલેગર સામે પાસા : લાજપોર જેલમાં ધકેલાયો

જામનગરના બુટલેગર પર પાસાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે વોરન્ટ ઇસ્યુ કરતા બજવણી કરીને લાજપોર જેલમાં મોકલી આપવા તજવીજ કરવામાં આવી રહી છે. 

જામનગર જીલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે અસમાજીક પ્રવૃતી કરતા ઇસમો વિરુઘ્ધ કડક કર્યાવાહી કરવા રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની દ્વારા સુચના આપવામાં આવેલ જે અન્વયે પીઆઇ વી.બી. ચૌધરી તથા સીટી-સી ડીવીઝન પીઆઇ એન.બી. ડાભી તથા રાજનભાઇ, યોગરાજસિંહ દ્વારા જામનગર જીલ્લામાં અગાઉ પ્રોહીબીશના ગુનાની પ્રવૃતી સાથે સંકળાયેલ ઇસમ કાયા કરશન સાખરા રહે. ડીફેન્સ કોલોની વુલનમીલ પાછળ જામનગરવાળાની સામે પાસા દરખાસ્ત તૈયાર કરી હતી.

આ દરખાસ્ત પોલીસ અધીક્ષક મારફતે જીલ્લા મેજીસ્ટ્રેટ પી.બી. પંડયા તરફ મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેએ ઇસમના પાસા વોરન્ટ ઇસ્યુ કરતા તેની બજવણી પીએસઆઇ એમ.વી ભાટીયા, શરદભાઇ પરમાર, હીરેનભાઇ વરણવા, સુરેશભાઇ માલકીયાએ કરી શખ્સ કાયાભાઇ સાખરાને સુરતની લાજપોર જેલમાં મોકલી આપવા તજવીજ કરી હતી. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application