BREAKING NEWS

બુટલેગર ફિરોઝ સંધી અમીરગઢ ચેકપોસ્ટ પાસેથી ઝડપાયા

  • June 24, 2026 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રભરમાં દાનુ નેટવર્ક ધરાવનાર કુખ્યાત બુટલેગર ફિરોઝ સંધીને રાજસ્થાન નજીક અમીરગઢ બોર્ડર પાસેથી પીસીબીની ટીમે ઝડપી લીધો છે. બુટલેગરની સાથે હાજર રાજસ્થાની દાના સપ્લાયરને પણ ઝડપી લેવાયો છે. દા સહિતના ૩૫ થી વધુ ગુનામાં સંડોવાયેલ અને સાત વાર પાસા કાપી ચૂકેલા બુટલેગર ફિરીયાના દાના નેટવર્કને ભેદવા પોલીસ ઐંડાણપૂર્વક તપાસ ચલાવશે.એસએમસીની ટીમે તાજેતરમાં જ કુવાડવા નજીક આર.કે. ઇન્ડસ્ટ્રીયલ ઝોનના ગોડાઉનમાં દરોડો પાડી . ૭૦.૩૮ લાખનો દા ઝડપી લીધો હતો. તપાસમાં બુટલેગર ફિરોઝ સંધીએ કુવાડવા વિસ્તારમાં જ અગાઉ બે વાર દાનું કટીંગ કરી નાખ્યાની ખુલતા પોલીસ કમિશ્નરે આક પગલું લઇ કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઈ વી.આર. વસાવાને સસ્પેન્ડ કરી દીધા હતા, કુખ્યાત બુટલેગર ફિરોઝ સંધીને તાત્કાલિક પકડી લેવાની પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્રારા સૂચના આપવામાં આવી હતી. જે સૂચના અનુસંધાને પીસીબીના પીઆઈ એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળની પીસીબી ટીમ ફિરોઝને ઝડપી લેવાં પ્રયત્નશીલ હતી. દરમિયાન પીએસઆઈ પી.બી. ત્રાજીયા અને આર.કે. જાડેજાની ટીમને બુટલેગરનું પગેં રાજસ્થાન નજીક મળી આવતા તાત્કાલિક ટીમોને દોડવાઇ હતી. પીસીબી ટીમે રાજસ્થાન નજીક અમીરગઢ બોર્ડર પાસેથી લિસ્ટેડ બુટલેગર ફિરોઝ હાસમભાઈ મેણું (સંધી) (રહે. રાજકોટ)ની ધરપકડ કરી હતી. સાથોસાથ પીસીબી ટીમે જયા એસએમસીએ દરોડો પાડો હતો ત્યાં જ આર કે ઇન્ડસ્ટ્રીઝ ઝોન નં.–૯ માં પ્લોટ નં.–૪ ખાતે શ્રી રામદેવ નામના ગોડાઉનમાંથી ફિરીયાએ છુપાવેલો . ૩.૩૨ લાખનો શરાબ ઝડપી લીધો હતો. જે શરાબનો જથ્થો મોકલનાર રાજસ્થાની સપ્લાયર વિજયપાલસિંહ રાઠોડની પણ ધરપકડ કરી લીધી હતી.
લિસ્ટેડ બુટલેગર ફિરોઝ સંધી અને રાજસ્થાની સપ્લાયરને રાજકોટ ખાતે લઈ લાવવામાં આવ્યા છે. ફિરોઝ સંધી અગાઉ દા સહિતના ૩૫ ગુનાઓમાં સંડોવાયેલ હોય અને સાત વાર પાસા પણ થઇ ચૂકયા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application