લાલપુર જામજોધપુર પથંકના પડતર પ્રશ્ર્ને ધારાસભ્ય આકરા પાણીએ

  • August 22, 2023 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હેમંત ખવા દ્વારા યોગ્ય નિવેડો નહીં આવે તો ભગતસિંઘે ચિંઘ્યા માર્ગ અપનાવાશે

કલેકટર કચેરી ખાતે ફરિયાદ અને સંકલનની મીટીંગ યોજાઇ હતી. આ મીટીંગમાં ધારાસભ્ય હેમંત ખવા દ્વારા પ્રજાહિતના અનેક પ્રશ્ર્નો અંગે ધારવાર રજૂઆત કરવામાં આવી હતી.
સડોદર ગામેવિન્ડફાર્મ કંપની દ્વારા કરવામાં આવેલ દબાણ બાબતે હેમંત ખવા અધિકારીઓ પર વરસ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી આ પ્રશ્ર્ન સંકલનમાં પડતર છે. તંત્ર દ્વારા ગોળગોળ જવાબો રજુ કરવામાં આવે છે પણ દબાણ દુર કરવાની કાર્યવાહી કરવામાં આવતી નથી. ઉપરોકત દબાણ તાકીદે દુર કરાવવા માટે સુચનો કર્યા હતા.
લાલપુરથી ખટિયા અને ખટિયાથી કાલાવડ તેમજ ઘુનડાથી ટેભડા એમ બન્ને અધૂરા રહેલા રોડ બાબતનો પ્રશ્ર્ન પણ છેલ્લા આઠ મહિનાથી સંકલનની મીટીંગમાં પડતર રહે છે. ધારાસભ્ય એ જણાવ્યું હતું કે નિયમ મુજબ જમીન સંપાદન અનેફોરેસ્ટ કિલયરન્સ વગર વર્કઓર્ડરના આપી શકાય તો તંત્ર દ્વારા આ બન્ને રોડના વર્કઓર્ડર કેમ ઇસ્યુ કરવામાં આવ્યા અને કોની રહેમરાહથી જે તે એજન્સીને વર્ક કમ્પલીશન સર્ટીપણ આપી દેવામાં આવ્યું.
ચાલુ ચોમાસા  દરમ્યાન જામજોધપુર લાલપુર વિસ્તારમાં નુકશાન પામેલા પુલ, રોડ, બ્રીજ, ડેમ અને તળાવો બાબતે પ્રશ્ર્ન પુછયો હતો તે પૈકી કેટલી દરખાસ્તો સરકાર માં કરવામાં આવી તે બાબતે વિગતવાર ચર્ચા કરી તાત્કાલિક મરામત માટે સુચનો કર્યા હતા.
જામનગર જિલલામાં કેટલા રોડની રી-સરફેસ કરવાની સમય મર્યાદા પુરી થઇ ગઇ છે તેવો પ્રશ્ર્ન હેમંત ખવાએ પુછયો હતો. જામનગર જિલ્લાનાં સ્ટેટ વિભાગના ૬ અને પંચાયત હસ્તકના ૧૧૦ રોડની રીસરફેસ કરવાની સમયમર્યાદ પૂર્ણ થઇ ગઇ છે. આમાં ચોંકાવનારી વિગતો એ છે કે પંચાયતનાં ૧૧૦ રોડની રીસરફેસ કરવાનો સમય મર્યાદા પુર્ણ થઇ ગઇ છે. આમાં ચોંકાવનારી વિગતો એ છે કે પંચાયતના ૧૧૦રોડમાંથી ૪૯ રોડ જામજોધપુર લાલપુર વિસ્તારના છે એટલે કે એક બાજુ આંખો જામનગર જિલ્લા અને એક બાજુ જામજોધપુર લાલુર વિસ્તાર ત્યારે હેમંત ખવાએ જણાવ્યું હતું કે આ રોડ રસ્તા બાબતે પોતાના મત વિસ્તારને હળાહળ અન્યાય થયો છે. ૧લી મેના રોજ જામનગર ખાતે ગુજરાત ગૌરવ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચાર કરોડથી વધુ રકમના કામો વગર ટેન્ડરે કાર્યપાલક ઇજનેર આર એન્ડ બી. દ્વારા ખાનગી એજન્સીઓને આપી દેવામાં આવ્યા હતા. જેની માહિતી માંગતા અપૂરતા રજુ કરવામાં આવ્યા. ત્યારે ધારાસભ્યએ વિગતવાર બીલની માહિતી આપવા સુચનો કર્યા જેના અનુસંધાને અઘ્યક્ષસ્થાનેથી સંપૂર્ણ માહિતી આપવા આદેશ કરવામાં આવ્યા.
જીએસઆરટીસીના બસોના રુટ બાબતે પ્રશ્ર્નો પુછવામાં આવ્યા હતા. કોરોના કાળમાં વિદ્યાર્થી રુટની જે બસો બંધ કરવામાં આવી હતી તેને તાત્કાલિક પુન: ચાલુક રવા તેમજ જામજોધપુર ધંધુકા રુટ અને માતાના મઢનો રુટ પુન: ચાલુ કરવા અનુરોધ કરવામાં આવ્યો.
પીજીવીસીએલના જામજોધપુર ઇસ્ટ, જમજોધપુર વેસ્ટ, લાલપુર, સમાણા, સિકક્ા, સાપર અને વેરાડની પેટા વિભાગીયા કચેરીઓમાં નવા ખેતીવાડી કનેકશન અને લોડ વધારા બાબતનો પ્રશ્ર્ન પુછયોહતો. જેના જવાબમાં વિભાગ દ્વારા ખોટી માહિતી આપવામાં આવી હતી. લોડ વધારાની અરજીમાં પીજીવીસીએલ દ્વારા જે ગ્રાહકોની સર્વિસ બદલી આપેલ છે તેવી માહિતી આપી હતી તેવા ગ્રાહકોને હેમંત ખવાએ ટેલીફોનીક પુછતાં હજુ સર્વિસ બદલવામાં આવી જ ન હતી તેમ છતાં પીજીવીસીએલ દ્વારા ખોટી માહિતી રજુ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પીજીવીસીએલ દ્વારા સર્વિસ બદલવામાં મોડું કરવામાં આવતું હોવાથી ખેડુતો નાછુટકે ડાયરેકટ છેડા મારવા મજબુર થાય છે ત્યારે પીજીવીસીએલની ટીમ ચેકીંગમાં આવી ખેડૂતોને ૧ થી ૧.૫ લાખનો દંડ ફટકારી જાય છે.
નિયમ મુજબ ૪૮ કલાકમાં ખરાબ થયેલ ટ્રાન્સફોર્મર બદલી આપવાનું હોય છે જે બદલવામાં આવતું નથી. ખેતીવાડીના ફિડરોમાં થ્રી ફેસ પાવર વિનાવિલંબે આઠ કલાક આપવાનો હોય છે. જે પણ આપવામાં આવતો નથી. વાડી વિસ્તારોમાં નિયમ મુજબ સિંગલ ફેસ પાવર ૨૪૦ વોલ્ટેજમાં આપવાનો હોયછે. પરંતુ આપવામાં આવતો નથી જેનો ભોગ વાડી વિસ્તારમાં રહેણાંક ધરાવતાલોકો બની રહ્યાછે.
પીજીવીસીએલના ફોલ્ટ સેન્ટર અને હેલ્પલાઇન પર ફોન  ન ઉપાડવાની વ્યાપક ફરિયાદો મળતી હોવાથી ઉપરોકત મુદે પણ જવાબદાર સામે યોગ્ય શિક્ષાત્મક પગલાં ભરવા હેમંત ખવાએ જણાવ્યું હતું. આમ ઉપરોકત પીજીવીસીએલના મુદાઓ બાબતે હેમંત ખવાએ પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરને અલ્ટીમેટમ આપ્યું હતું કેઆગામી ગુરુવાર સુધીમાં આ ઉપરોકત સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં  નહિ આવે તો ખેડૂતોને સાથે રાખી ભગતસિંહ ચિંઘ્યા માર્ગે લાલપુર કચેરીને તાળાબંધી કરવામાં આવશે. તેમજ ત્યારબાદ પણ જો કોઇ નિવારણ નહિ આવે તો આવનાર બે મહિના સુધી જામજોધપુર લાલપુર વિસ્તારમાં સામુહિક રીતે બિલ ના ભરવા જેવા ઉગ્ર કાર્યક્રમો કરવામાં આવશે તેવું ધારાસયના કાર્યાલયની યાદીમાં જણાવવામાં આવ્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application