વિશાળ દરિયાકાંઠે શિપબિલ્ડિંગ વ્યવસાયને પ્રોત્સાહન આપવા સરકાર લાવશે નવી પોલિસ

  • September 12, 2024 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં સૌથી વિશાળ દરિયાકાંઠો છે આ દરિયા કાંઠા નો મહત્તમ ઉપયોગ કરવાની દિશામાં નવી શીપ બિલ્ડીંગ નીતિ તૈયાર કરવામાં આવી રહી છે ભારત સરકાર દ્રારા જાહેર કરવામાં આવેલી પોલીસી ઉપર ગુજરાત સરકાર વધારાની ૧૦% સહાય આપવાની તૈયારીમા છે.આ તમામ સહાય સરકારક અને ખાનગી ક્ષેત્રના બંદરો પર લાગુ કરવામા આવશે.આ નવી નિતીની અમલવારી અને જાહેરાતનુ કાઉન્ટર ડાઉન શ થઇ ચુકયુ છે.
ગુજરાતના સાગર કાઠે આવેલા બંદરો ઉપર વધુને વધુ શિપબિલ્ડીંગની તક અને પ્રોત્સાહન આપવાના હેતુસર નવી શિપબિલ્ડિંગ નીતિ લાવવાની તૈયારી કરી રહી છે.
પોલિસીનો મુસદ્દો તૈયાર કરવામાં સામેલ અધિકારીઓએ જાહેર કયુ છે કે તે કેન્દ્રની શિપબિલ્ડિંગ પોલિસી હેઠળ શિપબિલ્ડરોને ઉપલબ્ધ નાણાકીય સહાય માટે ૧૦% ટોપ–અપ ઓફર કરવાની દરખાસ્ત કરવામા આવશે.
આ પોલિસીનો હેતુ માત્ર ગુજરાત મેરીટાઇમ બોર્ડ બંદરોના અધિકારક્ષેત્રમાં જ નહીં પરંતુ ખાનગી રીતે સંચાલિત બંદરો પર પણ શિપબિલ્ડીંગ યાર્ડ વિકસાવવાનો છે.
રાય સરકારે ઈન્ફ્રાસ્ટ્રકચરનો કાર્યક્ષમ ઉપયોગ અને ઉધોગના સંગઠિત સંચાલનને સુનિશ્ચિત કરવા માટે ચાર વ્યાપક મોડલ પર આધારિત શિપબિલ્ડીંગ સેકટરનો વિકાસ કરવાનો સંકલ્પ લીધો છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ચાર મોડલ દરિયાઈ સાધનોના કલસ્ટરની સ્થાપનાને સમાવેશ થાય છે, જીએમબી બંદરો અને ખાનગી રીતે સંચાલિત બંદરોની અંદર શિપબિલ્ડીંગ સવલતો અને અલગ–અલગ વિસ્તારોમા દરખાસ્તો. સરકાર શિપબિલ્ડિંગ યાડર્સને ઇન–હાઉસ ડિઝાઇન અને સંશોધન સુવિધાઓમાં રોકાણ કરવા અથવા તેમની સ્પર્ધાત્મકતા વધારવા માટે સંયુકત સાહસો અને ટેકકનીકલ સહયોગને અનુસરવા માટે પ્રોત્સાહિત કરે તેવી અપેક્ષા છે.
આ નીતિ હેઠળ પ્રસ્તાવિત નાણાકીય અને બિન–નાણાકીય પ્રોત્સાહનોના સંદર્ભમાં અધિકારીઓએ ખુલાસો કર્યેા છે કે રાય સરકાર ૨૦૨૬ સુધીની ભારતીય શિપયાડર્સ માટે ભારત સરકાર ની શિપ બિલ્ડિંગ નાણાકીય સહાયતા નીતિ પર વધારાના ૧૦% ટોપ–અપ પ્રદાન કરશે. સંરક્ષણ શિપબિલ્ડિંગ માટે યાં સુધી શિપબિલ્ડરને નૌકાદળ અથવા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ તરફથી પ્રથમ ચુકવણી ન મળે ત્યાં સુધી રાય સરકાર પ્રારંભિક હો આપશે.
શિપબિલ્ડરો માટે તરલતાની ઉપલબ્ધતાને ટેકો આપવા માટે સમર્પિત ભંડોળ ફાળવવામાં આવશે, ગુજરાત મેરી ટાઈમ બોર્ડ લીઝ ભાડું માફ કરશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News