એન્જિનિયરિંગ, ફાર્મસી માટેની ગુજકેટ પરીક્ષા ૨૩ માર્ચે લેવાશે

  • September 12, 2024 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આ વર્ષે ગુજરાત બોર્ડની પરીક્ષા વહેલાસર લેવામાં આવનાર છે ત્યારે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અર્થાત ગુજકેટ ની પરીક્ષાનું સમય પત્રક પણ આવી ગયું છે. આગામી ૨૩ માર્ચ ૨૦૨૫ ના રોજ ગુજકેટની પરીક્ષા યોજાશે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્રારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ૨૦૨૫ નું ટાઈમ ટેબલ જાહેર કયુ છે જેમાં આ પરીક્ષા ૨૩ માર્ચના લેવામાં આવનાર છે પરીક્ષાનો સમય સવારે ૧૦ થી સાંજે ચાર વાગ્યા સુધીનો રહેશે. આ પ્રવેશ પરીક્ષા જિલ્લા કક્ષાના કેન્દ્ર પર લેવામાં આવનાર છે.
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ માં ગ્રુપ એ અને ગ્રુપ બી તેમજ ગ્રુપ એબીના વિધાર્થીઓ એન્જિનિયરિંગ અને ફાર્મસી માં પ્રવેશ માટે દર વર્ષે આ પરીક્ષા આપે છે ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષા બાદ અંતિમ તબક્કામાં ગુજકેટની પરીક્ષા યોજાતી હોય છે. દર વર્ષે ગુજરાત બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ ગયા બાદ એપ્રિલ મહિનામાં આ પરીક્ષા લેવાતી હોય છે યારે આ વખતે બોર્ડની પરીક્ષા વહેલી હોવાથી ગુજકેટ ની પરીક્ષા ની તારીખ પણ બોર્ડ દ્રારા જાહેર કરી દેવામાં આવી છે.
પરીક્ષા માટેના ફોર્મ તેમજ માહિતી પુસ્તિકા ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઈટ પર જાહેર થશે. આ પરીક્ષામાં ફિઝિકસ, કેમેસ્ટ્રી,બાયોલોજી અને મેથ્સના પ્રશ્નો પૂછાતા હોય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application