અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાના નિધનથી સમગ્ર ઈન્ડસ્ટ્રી હચમચી ગઈ છે. 11 સપ્ટેમ્બર બુધવારના રોજ સવારે 9 કલાકની આસપાસ અનિલે તેની આયશા મનોર બિલ્ડિંગની બાલ્કનીમાંથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, અનિલ બીમાર હતો અને પરેશાન પણ હતો. અનિલે મૃત્યુની સવારે તેની પુત્રીઓ મલાઈકા અરોરા અને અમૃતા અરોરા સાથે વાત કરી હતી. તેમને બંનેને કહ્યું હતું કે, તે જીવનથી કંટાળી ગયો છે. ત્યારે હવે તેના મોતનું કારણ સામે આવ્યું છે.
અનિલ મેહતાની આત્મહત્યાના સમાચાર સામે આવ્યા બાદ મુંબઈ પોલીસ બાંદ્રા પહોંચી ગઈ હતી. તેની પાછળ ફોરેન્સિક ટીમ પણ ત્યાં આવી હતી. અનિલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. હવે પોસ્ટ મોર્ટમ સાથે જોડાયેલી વિગતો પણ સામે આવી છે. જેમાં તેમના મૃત્યુનું મુખ્યના કારણનો ખુલાસો થઈ ગયો છે.
રાત્રે લગભગ 8 કલાકે અનિલ મહેતાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જે કલાકો સુધી આવું ચાલ્યું. તેના શરીરના વિસેરાને સાચવીને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે. જેનાથી આગળની વધુ તપાસમાં મદદ મળશે. પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ અનિલ મહેતાના મૃત્યુ અંગે કેટલાક ખુલાસા થયા છે. રિપોર્ટ અનુસાર, અનિલના શરીર પર અનેક ઈજાના નિશાન હતા. પોસ્ટમોર્ટમ બાદ અનિલ મહેતાનો મૃતદેહ મલાઈકા અરોરાના પરિવારને પરત કરવામાં આવ્યો હતો. તેમના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે.
પરિવારનું નિવેદન
મલાઈકા અરોરા અને તેના પરિવારે અનિલ મહેતાના નિધન પર સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું. તેણે તેમાં કહ્યું હતું કે, 'અમને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે અમારા પ્રેમાળ પિતા અનિલ કુલદીપ મહેતા નથી રહ્યા. તે એક નમ્ર માણસ, સારા દાદા, પ્રેમાળ પતિ અને અમારા શ્રેષ્ઠ મિત્ર હતા. અમારા પરિવારને ખૂબ જ આઘાત લાગ્યો છે અને અમે આ મુશ્કેલ સમયમાં મીડિયા અને અમારા શુભેચ્છકો પાસેથી ગોપનીયતાની વિનંતી કરીએ છીએ. અમે તમારી સમજણ, સમર્થન અને આદરની પ્રશંસા કરીએ છીએ. આભાર, જોયસ, મલાઈકા, અમૃતા, શકીલ, અરહાન, અઝાન, રેયાન, કેસ્પર, ડફી, બડી.
આપઘાત પહેલા દીકરીઓને બોલાવી હતી
પોલીસના જણાવ્યા અનુસાર, મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાએ આત્મહત્યા કરતા પહેલા 11 સપ્ટેમ્બરની સવારે તેમની બે પુત્રીઓ મલાઈકા અને અમૃતા સાથે વાત કરી હતી. વાતચીત દરમિયાન અનિલે કહ્યું હતું કે, 'હું બીમાર અને થાકી ગયો છું. જ્યારે અનિલે આત્મહત્યા કરી ત્યારે મલાઈકાની માતા ઘરે હતી. અનિલે તેની બંને દીકરીઓને કહ્યું કે તે બીમારીથી પરેશાન છે. સિગારેટ પીવાના નામે તેણે બાલ્કનીમાં જઈને આત્મહત્યા કરી લીધી.
અનિલ મહેતા બાંદ્રામાં આયેશા મનોર બિલ્ડીંગના છઠ્ઠા માળે રહેતા હતા. મલાઈકા અરોરાની માતા જોયસ પણ આ જ બિલ્ડિંગમાં આ જ ફ્લોર પર રહે છે. 11મી સપ્ટેમ્બરે સવારે અનિલ તેને હેલો કરવા આવ્યો ન હતો. આ બંનેની દિનચર્યા હતી. આ કારણે તેને લાગ્યું કે કંઈક ખોટું છે. અનિલ મહેતાના આકસ્મિક નિધનથી મલાઈકા અરોરા અને તેનો પરિવાર ઊંડો આઘાતમાં છે. પિતાની આત્મહત્યા સમયે અભિનેત્રી પુણેમાં હતી. આ સમાચાર મળતાં જ તે મુંબઈ આવી ગઈ અને ત્યારથી તે તેના પરિવાર સાથે છે. અનિલ મહેતાના અંતિમ સંસ્કાર 12 સપ્ટેમ્બરે થવાના છે, જેના માટે સિતારે સ્મશાન ઘાટ પહોંચી ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech