ગાઝામાં ચાલી રહેલા યુદ્ધમાં ભારતીય સૈનિકનું મોત

  • September 12, 2024 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા ૧૧ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન ઇઝરાયલી ટાઉન નોફ હગાલીલના ૨૪ વર્ષીય સ્ટાફ સાર્જન્ટ ગેરી ગીડોન માર્યા ગયા હોવાનું સામે આવ્યું છે. તે કફીર બ્રિગેડની નહશોન બટાલિયનનો સૈનિક હતો. પશ્ચિમ કાંઠે અસફ જંકશન પાસે થયેલા હત્પમલામાં તેનું મોત થયું હતું. આ સૈનિક ભારતીય યહદી હતો.

ઇઝરાયેલી કાર્યકર્તા હનાન્યા નતાલીએ લખ્યું તેણે ઈઝરાયેલની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. નોફ હગાલિલના મેયરે તેમને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું, 'નોફ હગાલિલ શહેર સ્ટાફ સાર્જન્ટ હંગલના નિધન પર શોક વ્યકત કરે છે. ગિડીઓન બેની મેનાશે સમુદાયનો સભ્ય હતો, જે મારા હૃદયની ખૂબ નજીક છે


ભારતમાં મોટા યહદી સમુદાયનો વસવાટ
ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ મુજબ, બનાઈ મનાશે સમુદાય એ ભારતના પૂર્વેાત્તર રાયો, મણિપુર અને મિઝોરમમાં રહેતો યહદી સમુદાય છે. બનાઈ મનાશેની ઓળખ ઇઝરાયેલની દસ ખોવાયેલી જાતિઓમાંથી એક જૂથના વંશજો સાથે જોડાયેલી છે. ૨૦૦૫ માં ઇઝરાયેલના મુખ્ય રબ્બીએ ઐતિહાસિક યહદી સંબંધો સાથે ખોવાયેલા આદિજાતિ જૂથ તરીકે તેમની ઓળખની પુષ્ટ્રિ કરી. પરંતુ સંશોધકોને આ દાવાને સમર્થન આપવા માટે પૂરતા પુરાવા મળ્યા નથી. અહેવાલો અનુસાર, મણિપુર અને મિઝોરમમાં ૫૦૦૦ યહદીઓ રહે છે .

કેવી રીતે થયો હુમલો?
હત્પમલો કરનાર આતંકીની ઓળખ ૫૮ વર્ષીય હેઈલ ધૈફલ્લાહ તરીકે થઈ છે. તે ઝડપથી પેલેસ્ટિનિયન લાયસન્સ પ્લેટો સાથે ગેસ ટેન્કર લઈને જંકશન પર સ્થિત આઈડીએફ યુનિટ તરફ ગયો. તે બસ સ્ટોપ સાથે અથડાયો જેના લીધે તેને ગંભીર ઇજા થઈ હતી. ઘટના પર હાજર સૈનિકોએ તરત જ જવાબી કાર્યવાહી કરીને આતંકવાદીને ઠાર માર્યેા હતો. તે રામલ્લાહ પાસેના રફાતનો રહેવાસી હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application