તળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો

  • December 23, 2024 04:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તળાજા પંથકમાં સિંહનો ગૌશાળા મા ગાય પર હુમલો અને માથાવડા ગામની ખુલ્લી જગ્યા પવનચક્કી નજીક એક દીપડાનો મૃતદેહ મળ્યો હતો. જે ફોટા વાયરલ થયા હતા એ જોતા અર્ધડાટેલ હોવાનું સામે આવ્યું હતું. ફોરેસ્ટ ની તપાસ ને લઈ મોતને લઈ અનેક સવાલો ઉભાથયા છે. 
સિંહના ગાય પર હુમલાની ઘટના સામે આવી હતી.નજીકના દાતરડ ભેગાળી ગામ વચ્ચે લાલ ટીમબા આશ્રમ ખાતે આવેલ ગૌશાળાની ગાય પર બે સિંહએ આવીને હુમલો કર્યો હતો. આ વિસ્તારમાં આ પ્રકારની પ્રથમ ઘટના બની હતી.આર. એફ.ઓ રાજુ ઝીંઝુવાડિયા એ જણાવ્યું હતું કે બે પાઠડા સિંહ રાજસ્થળી તરફ થી આવ્યા છે.તેણે ગાયને ઇજા કરી છે.
 દીપડાના મોતની ઘટના સામે આવી છે.આ મોત ને લઈ ઉચ્ચ અધિકારીઓ તપાસ મા જોતરાય તેવી શકયતા વચ્ચે જે વિગતો સામે આવી છે તેમા મથાવડા ગામની ખુલ્લી જમીન મા એક દીપડા નો મૃતદેહ ગ્રામજનો ની નઝરે ચડયો હતો. સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતુ કે   વિદ્યાર્થીઓ આ તરફ થી નીકળ્યા ત્યારે તેમની નઝરે મૃત દીપડો મળ્યો હતો. જેને લઈ ગ્રામજનો દોડી ગયા હતા. દીપડાનું મસ્તક,આગળ પાછળનો એક એક પગ જમીનમાં દાટેલ હોવાનું જોવા મળ્યુ હતુ. ચર્ચા એવી હતીકે કોઈ સ્થળે ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હોય અને અહીં આવી ને દાટી અથવા તો નાખી ગયા હોય. રેન્જ ફોરેસ્ટ ઓફિસર એ જણાવ્યુ હતુંકે ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હોય તો રૂંવાટી બળી જાય તેવા કોઈ ચિહ્નો જોવા મળતા નથી. પ્રાથમિક તારણ એવું માનવામાં આવે છેકે ઈન ફાઈટ અથવા તો અકસ્માતને લઈ ગંભીર ઇજાઓ થઈ હોય બાદ અહીં આવતા દીપડાએ દમ તોડી દીધો હોય. જોકે દીપડાના મૃતદેહને રાણીગાળા એનીમલ કેર સેન્ટર ખાતે પીએમ અર્થે લઈ જવામા આવશે.પી.એમ રિપોર્ટમા દીપડા ના મોત નું સાચું કારણ જાણવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application