BREAKING NEWS

જામજોધપુર: ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવા તાલુકા કોંગ્રસ દ્રારા આવેદનપત્ર

  • May 19, 2026 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એકબાજુ પેટ્રોલ ડીઝલ જેવામાં અસહ્યભાવવધારાથી ખેડુતોની કમર તુટી ગઇ છે તેમાં વળી ખેડુતો પર પડા ઉપર પાટા જેવી સ્થિતિ નિર્માણ પામવા થવા પામી છે ખેડૂતોને ચોમાસું પાક લેવાનો સમય થઈ ગયો છે. ખેડુતોને ખાતરની ખાસ જરિયાત ઉભી થઈ છે તેવામાં જ માત્ર નફાના ધોરણે ખાતરમાં ભાવ વધારો થયો છે જે અસહ્ય હોય આભાવ વધારો પાછો ખેંચવા તેમજ ખેતપેદાશોમાં જેમાં મગફળીનો માત્ર ૫૦ પિયા ભાવ વધારો કર્યેા છે જે અયોગ્ય છે મગફળીનો ભાવ ૨૦૦૦ તેમજ કપાસનો ૨૫૦૦ જેટલો ભાવ મળે તો ખેડુત અને ખેતી આવનારા સમયમાં ટકી રહેશે જેથી ખેતપેદાશોનો વ્યાજબી ભાવ મળે તેમજ ખાતરનો ભાવ વધારો પાછો ખેંચાય તેવી માંગ સાથે જામજોધપુર તાલુકા કોંગ્રસ સમિતીના પ્રમુખ ગોવિંદભાઈ ચાવડા તાલુકા કોંગ્રસ અગ્રણી જીવરામ ભાઈ ભરાડ પૂર્વ શહેર પ્રમુખ જમનભાઈ કંટારીયા તેમજ તાલુકાના શહેરના વિવિધ આગેવાનો હોદેદારોની ઉપસ્થિતિમાં જામજોધપુર મામલતદાર કચેરીએ આવેદન પત્ર પાઠવેલ હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application