મુંગણી ગામમાં કળિયુગી શ્રવણે જનેતાને માર માર્યો

  • August 16, 2023 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર તાલુકાના મૂંગણી ગામમાં રહેતા એક કપાતર પુત્રએ પોતાની પત્નીને મારકુટ કર્યા પછી છોડાવવા માટે વચ્ચે પડેલી માતા પર પણ હુમલો કરી દેતાં ભારે ચકચાર જાગી છે.
જામનગર તાલુકાના મૂંગણી ગામમાં રહેતી ગીતાબા દીપકસિંહ જાડેજા (ઉ.વ.૫૦) નામના મહિલાએ ગઈકાલે સિક્કા પોલીસમાં પોતાના ઉપર તેમજ પોતાની પુત્રવધુ ચાંદનીબા ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોતાનાપુત્ર યોગીરાજસિંહ દિપકસીંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીનો પુત્ર યોગીરાજસિંહ  ગઈકાલે દારુ પીને આવી પોતાની પત્ની ચાંદનીબા સાથે તકરાર કરતો હતો, અને મારકૂટ કરી રહ્યો હતો. જેને છોડાવવા માટે વચ્ચે પડતાં આરોપી પુત્ર ઉશ્કેરાયો હતો, અને પોતાની માતાને પણ લોખંડ ના પાઇપના બે ઘા ઝીંકી દઈ માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. જેથી માતાને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર આપવા માટે ખસેડાઈ હતી.
 ત્યારબાદ આ મામલો પોલીસમાં લઈ જવાયો છે. સિક્કા પોલીસે આરોપી યોગીરાજસિંહ જાડેજા  સામે આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨) તેમજ જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application