સોમવારથી ઓમ નમ: શિવાયનો નાદ ગૂંજશે

  • August 03, 2024 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોમવાર તા.૫ ઓગસ્ટથી શ્રાવણ મહિનાની શ‚આત થશે. આ વર્ષે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર હોવાથી શ્રાવણ મહિનો વિશેષ રહેશે આની પહેલા ૨૦૨૧માં પાંચ સોમવાર શ્રાવણ મહિનામાં આવેલા હતા. શ્રવણ નક્ષત્ર ઉપરથી શ્રાવણ માસ નામ પડેલ શ્રવણ નક્ષત્રના ગુણધર્મ પ્રમાણે ધર્મ પૂજા પાઠ વિશેેષ ફળ આપે છે.



શ્રાવણ મહિનો જ શિવપૂજા માટે ઉત્તમ ગણાય છે ત્યારે શિવજી પોતે કહે છે કે, શ્રાવણ મહિનાના દિવસો દરમિયાન માતા પાર્વતીએ શિવજીને મેળત્તવા માટે કઠોર તપ કરેલું અને શિવજી માતા પાર્વતીને પ્રસન્ન થયા હતા. ત્યારબાદ માતા પાર્વતીના શિવજી સાથે વિવાહ થાય છે આમ શ્રાવણ મહિનામાં શિવજી પ્રસન્ન થયા હોવાથી શ્રાવણ મહિનો શિવપૂજા માટે ઉત્તમ ગણાય છે.


શ્રાવણ મહિનાના દરેક સોમવારે શિવમુષ્ઠિ  પૂજાનું મહત્વ પંચાગ પ્રમાણે શ્રાવણ મહિનાના દરેક સોમવારે શિવલિંગ ઉપર એક મુઠી ધાન્ય ચડાવવું જોઈએ જેથી જીવનની મુસીબતો દૂર થયા આ વર્ષે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર છે, આથી પાંચેય સોમવારની શિવમુષ્ઠિ  પૂજાનું મહત્વ છે.
તા.૫ ઓગસ્ટ પ્રથમ સોમવારે શિવજી ઉપર એક મુઠી ચોખા ચડાવવા મનોકામના સિધ્ધ થશે.
તા.૧૨ ઓગસ્ટ બીજા સોમવારે શિવજી ઉપર એક મુઠી કાળા તલ ચડાવવા સર્વગ્રહ શાંતિ થશે.
તા.૧૯ ઓગસ્ટને ત્રીજા સોમવારે શિવજી ઉપર એક મુઠી મગ ચડાવવા સાંસારિક સુખોમાં વધારો થશે.
તા.૨૬ ઓગસ્ટને ચોથા સોમવારે શિવજી ઉપર એક મુઠી જવ ચડાવવા આરોગ્ય સા‚ રહેશે.
તા.૨ સપ્ટેમ્બરને પાંચમા સોમવારે શિત્તજી ઉપર એક મુઠી ચણાની દાળ ચડાવવી ભાગ્યોદય થશે. ભાગ્ય બળ વધશે.
આ ઉપરાંત પણ શિવલિંગની ઉપર અલગ અલગ દ્રવ્ય ચડાવી અને દરરોજ પુજા કરી શકાય છે.
શિવલિંગનું મહત્વ આપણા સમાજમાં શિવલિંગ વિશેે અગલ અલગ ગેર માન્યતા પ્રવર્તી રહી છે. પરંતુ શ્ર્લોક પ્રમાણે જોઈએ તો શિવલિંગનું મહત્વ છે.
આ વર્ષે શ્રાવણ મહિનો પુરા ૩૦ દિવસનો રહેશે. શ્રાવણ મહિના દરમિયાન પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયના સવાલાખ અથવા ૫૧ હજાર અથવા ૧૧ હજાર મંત્રના જપ કરવાથી જીવનની પીડા દૂર થાય છે. શ્રાવણ મહિના દરમિયાન શિવ મહિમ્ન સ્ત્રોત્રના પાઠ કરવા જોઈએ અને દરરોજ પુરાણોકત ‚દ્રા અભિષેક બોલતા બોતા શિવજી ઉપર જલ ચડાવવાથી મનોકામના સિધ્ધ થાય છે.
આ વર્ષે અમાસની વૃધ્ધિ તિથિ હોવાથી શ્રાવણ મહિનાની પૂર્ણાહૂતિ શ્રાવણ વદ અમાસને મંગળવાર તા.૩ સપ્ટેમ્બરના રોજ થશે તેમ શાસ્ત્રી રાજદીપ જોષી (વેદાંત રત્ન)એ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application