પ્રત્યેક સનાતનીએ ગીતાજીનું દરરોજ અધ્યયન કરવું જોઈએ- શંકરાચાર્યજી

  • August 04, 2023 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચિંતન અને મનન કરવાથી મનુષ્યની શકિત વધે છે: દ્વારકામાં પૂ.શંકરાચાર્યજી સદાનંદ સરસ્વતીજીનું ઉદબોધન

ભગવાન શ્રીકૃષ્ણ ની કર્મભૂમિ દ્વારકા માં ચાલી રહેલ ચતુર્માસ વ્રત અનુષ્ઠાનના દિવ્ય મહોત્સવમાં આજે પૂજ્ય જગતગુરુ મહારાજજી એ આશિર્વચન આપતા જણાવ્યું કે આમતો માનવ માત્રએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનું અધ્યયન કરવું જોઈએ તેમ દ્વારકા પીઠના જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ ઉદબોધનમાં જણાવ્યું હતું. વિશેષમાં સનાતન ધર્માંવલંબીઓએ તો દરરોજ (પ્રતિદિન) ગીતાજીના ઓછામાં ઓછા બે શ્લોક નું વાંચન, ચિંતન, મનન કરવુંજ જોઈએ. માનવ સિવાય કોઈની જોડે ઈશ્વર પ્રદત્ત બુદ્ધિ નથી, વાંચી શકતા નથી, વાંચવાની, મનન કરવાની, ચિંતન કરવાની ક્ષમતા ફક્ત અને ફક્ત મનુષ્ય જોડે છે આ ક્ષમતાનો સદુપયોગ કરી વેદો અને ઉપદનિષદોનો સાર એટલે કે શ્રીમદ ભગવદ્ગીતા ના ઉપદેશોને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરવો જોઈએ.
વધુમાં જણાવતા ગુરુજીએ ઉપદેશ કર્યો ગીતાથી મનુષ્યને આત્મનિષ્ઠા, કર્મપરાયણતા, કર્મનિષ્ઠા શીખવા મળે છે. કેટલાક અજ્ઞાની લોકો આક્ષેપ કરતા હોય છે કે ભગવાન શ્રીકૃષ્ણએ મહાભારતનું યુદ્ધ કરાવ્યું પણ તે સત્ય નથી, ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુન આદિને સ્વધર્મ અર્થાત ક્ષત્રિય ધર્મનું પાલન કરવાની પ્રેરણા કરી છે. કૃષ્ણ પરમાત્મા ધારેતો યુદ્ધ કર્યા વગર પણ અધર્મિયોને મારી શકે છે પણ એવું ન કરતા તેમણે અર્જુનને ક્ષત્રિય ધર્મપાલન કરવા પ્રેરણા કરી હતી.  સ્વજનો પ્રતિ અર્જુનનો મોહ દૂર કરવાનું કામ કૃષ્ણ પરમાત્માએ કર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ધર્મના ઘણા બધા પર્યાયવાચી શબ્દ છે તેમાંનો એક નિતી પણ છે. રાજનિતી એટલે શું ? રાજયનો રાજા ધર્મપૂર્વક રાજય ચલાવે એની નિતીને રાજનિતી કહેવાય. રાજનિતીનો સંબંધ ધર્મ સાથે છે, રિતી અને નિતીના માઘ્યમથી સુખ પ્રાપ્ત થતું નથી, વિત અને ચીત બંને પ્રભુની કૃપાથી પ્રાપ્ત થાય છે, વર્તમાનમાં મનુષ્ય વિતને એકત્રીત કરે છે અને ચીતને ફરતું અર્થાત રખડતું રાખે છે, આવા વિતક્રમથી સમજદાર મનુષ્યએ બચવું જોઇએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application