BREAKING NEWS

શાપરમાં વૃધ્ધને બંધક બનાવી ૨.૪૭ કરોડની લૂંટ

  • June 20, 2026 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શાપરમાં રહેતા રાજપી પરિવારના જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા (ઉ.વ.૭૭) નામના વૃદ્ધના ઘરે મોડી રાત્રીના પાંચ બૂકાનીધારી લૂંટા ત્રાટકયા હતાં. વૃદ્ધ જાગી જતા તેમને બંધક બનાવી લૂંટારોએ . ૨.૪૭ કરોડની રોકડ, સાત તોલા સોનું અને વૃદ્ધની રાઇફલની લૂંટ ચલાવી હતી. લૂંટની આ ઘટનાથી ખળભળાટ મચી પામ્યો છે. બનાવના પગલે રાજકોટ એસપી સહિતના અધિકારીઓ બનાવસ્થળે દોડી ગયા હતાં..
વૃદ્ધ અહીં પત્ની સાથે એકલા રહેતા હોય પરંતુ તેમના પત્ની હાલ રાજકોટમાં પુત્રના ઘરે હતા દરમિયાન આ ઘટના બની હતી. તાજેતરમાં જ પ્લોટીંગ કરી પ્લોટ વેચ્યા હોય જેના પૈસા આવ્યા હતા જે વૃદ્ધે ઘરમાં રાખ્યા હોય આ પૈસા લૂંટાઓ લૂંટ કરી નાસી ગયા હતા. ૨.૪૭ કરોડની રોકડ, સોના અને રાયફલની લૂંટની આ ઘટનાના પગલે પોલીસ દ્રારા લુંટાનું પગે મેળવવા અલગ અલગ ટીમો બનાવી તથા હાઇવે પર નાકાબંધી કરી તપાસનો ધમધમાટ શ કર્યેા છે. લૂંટના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શાપરમાં ગઈકાલે મોડી રાત્રીના દોઢ એક વાગ્યા આસપાસ લૂંટની આ ચકચારી ઘટના બની હતી. શાપર સ્ટેટના મોભી જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા (ઉ.વ.૭૭) પોતાના ઘરે એકલા હતા. દરમિયાન પાંચ બુકાનીધારી તસ્કરો ૧:૩૦ વાગ્યા આસપાસ અહીં લોખંડના પાઇપ સહિતના હથિયારો લઈ ધસી આવ્યા હતા. લૂંટારોએ ઘરનો દરવાજો તોડી અંદર ઘૂસી આવતા જીતેન્દ્રસિંહની ઐંઘ ઊડી ગઈ હતી. પરંતુ તે કોઈ પ્રતિકાર કરે તે પૂર્વે જ લૂંટારોએ વૃદ્ધને મુકો મારી મોઢે ડૂમો આપી તેમને બંધક બનાવ્યા હતા. બાદમાં અન્ય લૂંટારોઓએ ઘરમાં કબાટના તાડા તોડી તેમાંથી પિયા ૨.૪૭ કરોડની રોકડ, સાત તોલા જેટલા સોનાના દાગીના અને વૃદ્ધની રાઇફલ સહિતની મત્તાની લૂંટ ચલાવી હતી. બાદમાં આ લૂંટાઓએ વૃદ્ધને અન્ય મમાં પૂરી દઈ તેઓ અહીંથી નાસી ગયા હતા. લૂંટની આ ઘટનાની જાણ થતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી હતી. રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ ઉપરાંત શાપર પોલીસ તથા એલસીબી, એસઓજી, ડોગ સ્કોવોડ સહિતની વીમો દ્રારા તપાસનો ધમધમાટ શ કરવામાં આવ્યો હતો. એફએસએલ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોની મદદથી મેળવવા તપાસ હાથ ધરવામાં આવી હતી પિયા ૨.૪૭ કરોડની રોકડની લૂંટની આ ઘટનાના પગલે રાજકોટ જિલ્લા અને આસપાસના હાઇવે પર કડક નાકાબંધી ગોઠવી દેવામાં આવી હતી લૂંટારો કઈ દિશા તરફ ભાગ્યા તે અંગે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે. વૃદ્ધ ઘરમાં એકલા હોય અને તાજેતરમાં જ તેમને પ્લોટીંગના પૈસા આવ્યા હોય જે તેમણે ઘરમાં રાખ્યા હતા. દરમિયાન લૂંટની આ ઘટના બનતા લૂંટની આ ઘટનામાં જાણભેદુનો હાથ હોવાની પણ શંકા સેવાઈ રહી છે. જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application