BREAKING NEWS

બાપ રે...સમોસામાં ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચ નાખતા'તા, રાજકોટમાં છોટુજી સમોસેવાલેનું લોકોને આંતરડાના રોગને નિમંત્રણ આપતું કારસ્તાન

  • July 14, 2026 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચ દ્વારા ૧૨૧ પેઢીઓની તપાસ કરી કુલ પંચાવન કિલો અખાદ્ય, વાસી જથ્થાનો નાશ કરી કુલ ૩૫ પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તથા ૧૮૦ કિલો પસ્તીનો જથ્થો જપ્ત કરી કૂલ ૪૪,૫૦૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ તથા એક્ટ હેઠળ ૧૨ નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં શ્રીમાન છોટુજી સમોસેવાલે વન-દ્વારકા કોમ્પ્લેક્સ સામે, ટાગોર રોડને ત્યાં ચેકીંગ કરતા સમોસામાં નાખવા માટે વપરાશમાં લેવાતો ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચ મળી આવ્યો હતો જે જપ્ત કરી તેનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો.


મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે ઉપરોક્ત સમોસા વાળાને યોગ્ય સ્ટોરેજ રાખવા બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી તેમજ પ્રીપેર્ડ વાસી ચીજો તથા ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચ મળી કુલ પંચાવન કિલો જથ્થાનો નાશ કરી રૂ.પાંચ હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત આંબલી-ખાંડની ચટણી (લુઝ)નો નમૂનો લેવામાં આવ્યો હતો.


નીચે મુજબના ૪૯ ધંધાર્થીઓ ને ત્યાંથી અનિયમિતતાઓ જોવા મળતા નોટિસ ફટકારી દંડ વસુલાયો હતો.

૧.ધમાભાઈ બ્રેડવાળા વિરાણી ચોક: લાઇસન્સ ન હોવા બદલ નોટિસ, બે હજારનો દંડ

૨.જનતા બેકરી, મનહર પ્લોટ-૭: નોટિસ. બે હજારનો દંડ

૩.વરિયા ભજીયા હાઉસ, લોધાવાડ ચોક: પસ્તી જપ્ત, એક હજારનો દંડ

૪. બાલગોપાલ લાલજી નાસ્તા હાઉસ, મંગળા રોડ: લાઇસન્સ ન હોવા અંગે નોટિસ, એક હજારનો દંડ

૫.જય બાલાજી લસ્સી એન્ડ કોલ્ડ્રિંક્સ, મંગળા રોડ: નોટિસ, લાઇસન્સ ન હોવા અંગે એક હજારનો દંડ

૬.શ્રી ઉમિયાજી ફરસાણ: મનહર પ્લોટ-૧૧ને નોટિસ, પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે બે હજારનો દંડ

૭.રાજમંદિર ફરસાણ વિરાણી ચોક: લાઇસન્સ ન હોવા બદલ નોટિસ, રૂ.બે હજારનો દંડ

૮.શ્રી ચામુંડા ફરસાણ: રાધા મિરા પાર્ક, મોરબી રોડ: નોટિસ, પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ બદલ રૂ. ૫૦૦નો દંડ

૯.દ્વારિકાધીસ ફરસાણ: આસ્થા ચોક, રેલનગર મેઇન રોડ, પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂ.૫૦૦નો દંડ

૧૦.ચામુંડા ફરસાણ: ગાયત્રી નગર મેઇન રોડ: પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે ૫૦૦નો દંડ, નોટિસ

૧૧.સોમનાથ નમકીન ગાયત્રી નગર મેઇન રોડ: નોટિસ પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ બદલ રૂ.૫૦૦નો દંડ

૧૨.બાલાજી ફરસાણ ગાયત્રી નગર મેઇન રોડ: પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂ.૫૦૦નો દંડ

૧૩.ગાયત્રી ફરસાણ, ગાયત્રી નગર મેઇન રોડ: નોટિસ, પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ રૂ.૫૦૦નો દંડ

૧૪.જય સિયારામ ફરસાણ, હસનવાડી-૪: લાઇસન્સ ન હોય તથા પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂ.૫૦૦નો દંડ

૧૫.જય બાલાજી ફરસાણ: હસનવાડી -૪, રાજકોટ- પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂ.૫૦૦નો દંડ

૧૬. મહાવીર નમકિન સહકાર મેઇન રોડ: પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂ.૫૦૦નો દંડ

૧૭.શ્રી ગૌતમ ફરસાણ: સહકાર મેઇન રોડને પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે ૫૦૦નો દંડ

૧૮.અનમોલ ફરસાણ, કોઠારીયા મેઇન રોડ, હૂડકો ક્વાટર્સ: પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે ૫૦૦નો દંડ

૧૯.સાઇ દાળ પકવાન: પુષ્કરધામ કોમ્પ્લેક્સ પાસે, જામનગર રોડને નોટિસ. લાઇસન્સ ન હોવા તથા અનહાઈજીનિક કન્ડિશન અંગે રૂ.૫૦૦નો દંડ

૨૦.બાલાજી ગાંઠિયા: પુષ્કરધામ કોમ્પ્લેક્સ પાસે, જામનગર રોડને નોટિસ. લાઇસન્સ ન હોવા, પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ તથા અનહાઈજીનિક કન્ડિશન અંગે રૂ.૫૦૦નો દંડ

૨૧. ખેતલા આપા ટી-પાન એન્ડ કોલ્ડ્રિંક્સ: પુષ્કરધામ કોમ્પ્લેક્સ, જામનગર રોડને નોટિસ. લાઇસન્સ ન હોવા, પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ તથા અનહાઈજીનિક કન્ડિશન અંગે રૂ.૫૦૦નો દંડ

૨૨.જય દ્વારકેશ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ પુષ્કરધામ કોમ્પ્લેક્સ, જામનગર રોડને નોટિસ, લાઇસન્સ ન હોવા તથા અનહાઈજીનિક કન્ડિશન અંગે રૂ.૫૦૦નો દંડ

૨૩.શંકર ડિલક્ષ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ: પુષ્કરધામ કોમ્પ્લેક્સ, જામનગર રોડને લાઇસન્સ ન હોવા તથા અનહાઈજીનિક કન્ડિશન અંગે રૂ.૫૦૦નો દંડ

૨૪.માધવ હોટલ સરદાર કોમ્પ્લેક્સ, જામનગર રોડને નોટિસ. લાઇસન્સ ન હોવા, તથા અનહાઈજીનિક કન્ડિશન અંગે રૂ.૫૦૦નો દંડ

૨૫.માધવ હોટલ સરદાર કોમ્પ્લેક્સ, જામનગર રોડને નોટિસ. લાઇસન્સ ન હોવા તથા અનહાઈજીનિક કન્ડિશન અંગે રૂ.૫૦૦નો દંડ

૨૬.ભૂમિ છોલે ભટુરે: સરદાર કોમ્પ્લેક્સ, જામનગર રોડને નોટિસ. લાઇસન્સ ન હોવા, પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ તથા અનહાઈજીનિક કન્ડિશન અંગે ૫૦૦નો દંડ

૨૭.કનૈયા હોટેલ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ: સરદાર કોમ્પ્લેક્સ, જામનગર રોડ, નોટિસ આપેલ છે. લાઇસન્સ ન હોવા, તથા અનહાઈજીનિક કન્ડિશન અંગે રૂ.૫૦૦નો દંડ

૨૮.ખોડિયાર પૂરીશાક કે.કે. કોમ્પ્લેક્સ, જામનગર રોડ: લાઇસન્સ ન હોવા, પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ તથા અનહાઈજીનિક કન્ડિશન અંગે રૂ.૫૦૦નો દંડ

૨૯.ખોડિયાર હોટેલ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ : કે.કે. કોમ્પ્લેક્સ, જામનગર રોડ: નોટિસ, લાઇસન્સ ન હોવા, પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ તથા અનહાઈજીનિક કન્ડિશન અંગે રૂ.૫૦૦નો દંડ

૩૦.શિહોરી કૃપા નાસ્તા હાઉસ: બજરંગવાડી મેઇન રોડ, શેરી નં.-૨ કોર્નર, જામનગર રોડ: નોટિસ પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ તથા અનહાઈજીનિક કન્ડિશન અંગે રૂ.૫૦૦નો દંડ

૩૧.મહેરાજ ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ: બજરંગવાડી મેઇન રોડ, શેરી નં.૯ કોર્નર: નોટિસ,પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ મીઠાઇ પર ટેગિંગ ન હોવા, તથા વપરાશમાં લેવાતા ખાદ્યતેલ ડિસ્પ્લે કરવા અંગે રૂ.૫૦૦નો દંડ

૩૨.શ્રી રામ ખમણ હાઉસ: બજરંગવાડી મેઇન રોડ, શેરી નં.૩ કોર્નર, જામનગર રોડ: નોટિસ લાઇસન્સ ન હોવા, અંગે રૂ.૫૦૦નો દંડ

૩૩.રામદેવ ફરસાણ: બજરંગવાડી મેઇન રોડ, શેરી નં.૩ કોર્નર, જામનગર રોડ, નોટિસ આપેલ છે. લાઇસન્સ ન હોવા અંગે રૂ.૫૦૦નો દંડ

૩૪.ભગવતી ફરસાણ ગોવિંદ બાગ: પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂ.૫૦૦નો દંડ

૩૫.બાલાજી ફરસાણ ગોવિંદ બાગ: પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂ.૫૦૦નો દંડ

૩૬.વિજય સ્વીટ માર્ટ, પેડક રોડ: નોટિસ, પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂ.૫૦૦નો દંડ

૪૦.ન્યુ ભારત સ્વીટ માર્ટ: પેડક રોડ: નોટિસ, પ્રિન્ટેડ પસ્તીના રૂ.૫૦૦નો દંડ

૪૧. જગદીશ ગાંઠીયા સંત કબીર રોડ: પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂ.૫૦૦નો દંડ

૪૨.ભગીરથ ફરસાણ: સંત કબીર રોડ, પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ બદલ રૂ.૫૦૦નો દંડ

૪૩.મધુરમ કેક્સ એન્ડ બેક્સ વૈદવાડી-૧, સ્વાશ્રય મેઇન રોડ, મવડી રોડ: નોટિસ, લાઇસન્સ ન રાખવા તથા ઉત્પાદનો પર લેબલિંગની વિગતો ન દર્શાવવા અંગે રૂ.૫૦૦નો દંડ

૪૪: વરિયા ફરસાણ સ્વાશ્રય મેઇન રોડ, મવડી રોડ: નોટિસ, લાઇસન્સ ન હોવા તથા પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂ.૫૦૦નો દંડ.પ્રિન્ટેડ પસ્તી-૧૬ કિલો જપ્ત

૪૫.જલારામ ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ: રામનગર -૧ મેઇન રોડ, ગોંડલ રોડ: નોટિસ, મીઠાઇ પર ટેગિંગ ન હોય તથા પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂ.૫૦૦નો દંડ, ૧૧ કિલો પ્રિન્ટેડ પસ્તી જપ્ત

૪૬.મહાવીર ફરસાણ: રામનગર મેઇન રોડ, ગોંડલ રોડ: લાઇસન્સ ન હોવા તથા પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂ.એક હજારનો દંડ પ્રિન્ટેડ પસ્તી ચાર કિલો જપ્ત

૪૭.અમૃત ડેરી ફાર્મ એન્ડ પાર્લર: રામનગર મેઇન રોડ, ગોંડલ રોડ, રાજકોટ. નોટિસ આપેલ છે. લાઇસન્સ ન હોવા અંગે રૂ.એક હજારનો દંડ

૪૮.જય મહાકાળી પાણિપુરી રામનગર માર્કેટ મેઇન રોડ, ગોંડલ રોડ: ત્રણ કિલો બાફેલા વાસી બટેટાનો મસાલો નાશ

૪૯.વરિયા ફરસાણ નંદા હૉલ પાસે, કોઠારીયા મેઇન રોડ: પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂ.૫૦૦નો દંડ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application