જામનગર શહેરમાં જાહેરમાં ન્યુસન્સ ફેલાવતા ૮૦૦ થી વધુ એકમને નોટીસ
જાહેર આરોગ્ય અને લોકોની સુખાકારી જાળવવા મહાનગરપાલીકા આકારા પાણીએ
સ્વચ્છતા જાળવવામાં બેદરકાર કોર્મશીયલ એકમો સામે મીલકત સીલીંગ સહીતના પગલાં લેવાશે
જામનગરમાં જાહેર આરોગ્ય અને લોકોની સુખાકારી જાળવવા મહાનગરપાલીકાએ કમર કરી આકાર પગલાં લેવાનું શ કર્યું છે. જે અંતર્ગત શહેરમાં જાહેરમાં ન્યુસન્સ ફેલાવતા ૮૦૦થી વધુ એકમોને નોટીસ ફટકારવામાં આવી છે. આટલું જ નહીં સ્વચ્છતા જાળવવામાં બેદરકાર કોર્મશીયલ એકમો સામે મીલકત સીલીંગ સહીતના પગલા લેવા તાકીદ કરી છે.
જામનગરમાં જાહેરમાં ન્યુસન્સ એટલે કે ગંદકી ફેલાવતા આસામીઓ સામે પગલા લેવા મનપાના કમિશ્ર્નર દીપેશ કેડીયાએ સબંધિત શાખાના અધિકારીઓને ખાસ સૂચના આપી હતી. જે અનુસાર મનપા દ્વારા જાહેર આરોગ્ય અને લોકોની સુખાકારી જળવાય તે માટે શહેરમાં જાહેરમાં ન્યુસન્સ ફેલાવતા ૮૦૦થી વધુ એકમોને નોટીસ ફટકારવામાં આવી છે. આ નોટીસમાં જણાવ્યાનુસાર શહેરમાં આવેલા કોર્મશીયલ એકમો, હોટલો, રેસ્ટોરન્ટ, રેંકડી ધારકોએ ધંધાકીય એકમના સ્થળ પર કચરો એકત્ર કરવા ફરજીયાત ડસ્ટબીન રાખવાનું રહેશે. આટલું જ નહીં ગ્રાહકો દ્રારા કચરો ડસ્ટબીનમાં જ નાખે તે સુનિશ્ર્ચીત કરવાનું રહેશે. એકમમાંથી કોઇપણ પ્રકારના પાણી, વેસ્ટ પાણીનો નિકાલ જાહેરમાં કરવાનો રહેશે નહીં. ધંધાકીય એકમની અંદર સફાઇ કરવામાં આવે તે કચરો ફકત તમારા ડસ્ટબીનમાં જ રાખવાનો રહેેશે અને આ ડ:સ્ટબીનના કચરાને માત્ર મનપાના ડોર ટુ ડોર ગાર્બજ કલેકશન વાહનમાં જ આપવાનો રહેશે. ધંધાને રાત્રે જયારે બંધ કે સવારે ખોલવામાં આવે ત્યારે ધંધાનો કોઇપણ પ્રકારનો કચરો જાહેરમાં, ખુલ્લા પ્લોટમાં, ઓપન પોઇન્ટમાં કે અન્ય બીન્સમાં ફેંકવો નહીં. તે માત્ર ગાર્બેજ કલેકશન કરતા વાહનમાં જ આપવાનો રહેશે. ધંધાકીય એકમ આસપાસ સફાળ જળવાઇ રહે તેની તકેદારી રાખવાની રહેશે. આ બાબતોની ચુસ્તપણે અમલવારી કરવાની રહેેશે.
આટલું જ નહીં ઉપરોકત બાબતે બેદરકારી દાખવામાં આવશે તો દંડાત્મક કાર્યવાહી કરાશે. આમ છતાં જો એકમો દ્વારા સુધારો કરવામાં નહીં આવે તો નિયમ મુજબ ધંધાકીય એકમ અને વ્યવસાયને બંધ કરવા માલીકીની મિલકતને કલોઝ ડાઉન કે સીલીંગ સહીત તમામ પગલાઓ લેવામાં આવશે. શહેરમાં અઠવાડીયામાં જાહેરમાં ન્યુસન્સ ફેલાવતા ૨૩૪ આસામીઓ સામે કાર્યવાહી કરી ૯૦૦૦૦ વહીવટી ચાર્જની વસૂલાત કરાઇ છે.