BREAKING NEWS

માળિયા હાઈવે પર યુવક પર ધારીયા–ધોકા વડે હુમલાનો મામલો

  • May 15, 2026 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માળિયા હાઇવે પર આવેલી વિશાલ હોટેલ પાસે ગાડી સામ–સામે આવી જવા જેવી સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે મોટો ઝઘડો થયો હતો. આ ઘટનામાં ગાડીઓ વડે એકબીજાનો પીછો કરવામાં આવ્યો હતો અને યુવક પર ધારીયા અને ધોકા વડે હત્પમલો કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણામા વાડા વિસ્તારમાં રહેતા અને ખેતી કરતા રફિકભાઈ કાદરભાઈ જેડા (ઉ.વ.૨૬) એ આરોપી મોશીન નુરાલીભાઇ મોવર, ફાક નુરાલીભાઇ મોવર, નુરાલી આમદભાઈ મોવર, વિરમભાઈ નુરાલીભાઇ મોવર, નવાજ ડાડા મોવર રહે. બધા માળિયા ત્રણ રસ્તા પાસે તા. માળીયા મીયાણાવાળા વિદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપી મોશીન સાથે અગાઉ સામ સામે ગાડી આવી જવા બાબતે બોલાચાલી થયેલ જેનુ મન:દુખ રાખી ફરીયાદી તથા સાથી વિશાલા હોટલે સ્કોર્પીયો ગાડી લઈ ચા પીવા ગયેલ ત્યારે આરોપી મોશીન ક્રેટા ગાડી નંબર જીજે–૩૬–એએફ–૨૦૨૯ વાળી લઈ આવી ફરીયાદી તથા સાથી સાથે જગડો કરી ગાળો બોલી તેમજ આરોપી ફાક થાર ગાડી નં- જીજે–૩૬–એસી–૪૭૧૦ લઈ આવતા ફરીયાદી સ્કોર્પીયો ગાડીમાંથી નીચે ઉતરી ગ્રાઉન્ડમાં ઉતરી જતા સાથી નવાબ બીક ના લીધે સ્કોર્પીયો ગાડી લઈને ભાગતા આરોપી ફાક જાણતો હોય કે પીતાની થાર ગાડી પુરઝડપે તેમજ બેદરકારીથી ચલાવાથી કોઈ માણસનુ મૃત્ય થવાનો સંભવ હોવા છતા પોતાની હવાલા વાળી થાર ગાડી પુરઝડપે ચલાવી સાથી નવાબની સ્કોર્પીયો પાછળ કરતા ફરીયાદી હોટલના ગ્રાઉન્ડમાં ઉભેલ હોય તેમને હડફેટે લઈ પાડી દઈ ફરીયાદિને ઈજા કરી તેમજ આરોપી નુરાઅલીએ ફરીયાદીને ગાળો આપી તેમજ સાથી નવાબ સ્કોર્પીયો ગાડી રોડ ઉપર મુકી ભાગી જતા આરોપી ફાકે પોતાની થાર ગાડી રીવેશમા લઈ સ્કોર્પીયો ગાડીના આગળના ભાગે ભટકાડી સ્કોર્પીયો નુકશાન કરી તેમજ ફરીયાદીના કાકા ઈસ્માઈલભાઈ વાડીએ આરોપીઓ મોશીન, ફાક, વીરમ, નવાઝ એમ બધા ક્રેટા તથા થાર ગાડીઓમાં ધોકા, છરી તથા ધારીયા જેવા હથીયારો સાથે સાથી નવાબને મારવા ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News