આજના ડિજિટલ યુગમાં જો તમે પણ તમારા નાના બાળકને શાંત રાખવા કે જમાડવા માટે મોબાઈલ ફોન અથવા ટીવી ચાલુ કરી આપો છો, તો સાવધાન થઈ જવાની જરૂર છે. ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ ન્યુરોલોજી વિભાગ દ્વારા કરવામાં આવેલા એક તાજેતરના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
મુજબ, ૧ થી ૧.૫ વર્ષ થી નાની ઉંમરના બાળકોમાં વધુ પડતો સ્ક્રીન ટાઈમ તેમને ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર તરફ ધકેલી રહ્યો છે અને ૩વર્ષની ઉંમર સુધીમાં તેના લક્ષણો સ્પષ્ટ દેખાવા લાગે છે.
જોખમો
વર્ચ્યુઅલ ઓટીઝમનું જોખમ
અતિશય સ્ક્રીન ટાઈમને કારણે બાળકોમાં વાસ્તવિક ઓટીઝમ જેવા જ લક્ષણો દેખાય છે, જેને ડોક્ટરો ‘વર્ચ્યુઅલ ઓટીઝમ’ તરીકે ઓળખાવી રહ્યા છે.
બ્રેઈન ડેવલપમેન્ટ પર પ્રહાર
જન્મથી લઈને ૧૮ મહિના સુધીનો સમય બાળકના મગજના વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ હોય છે. આ સમયે સ્ક્રીન પર ચાલતા ઝડપી વીડિયો બાળકના ડોપામાઈન અને મેલાટોનિન જેવા હોર્મોન્સને નુકસાન પહોંચાડે છે.
છોકરાઓમાં વધુ અસર
અભ્યાસ અનુસાર, છોકરીઓની સરખામણીએ છોકરાઓમાં આ પ્રકારની માનસિક અને વર્તણૂકીય સમસ્યાઓનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.આ લક્ષણો દેખાય તો તુરંત જાગી જાઓ બાળક પોતાની ધૂનમાં જ ખોવાયેલું રહે અને નામ બોલાવવા છતાં પ્રતિક્રિયા ન આપે.કોઈની પણ સાથે આંખ મિલાવવાનું ટાળે.બોલવામાં કે પોતાની વાત રજૂ કરવામાં સામાન્ય બાળકો કરતાં મોડું થાય .અન્ય બાળકો સાથે રમવાને બદલે એકલા રહેવું વધુ પસંદ કરે.
બાળકના બચાવ માટે નિષ્ણાત ડૉક્ટરોની મહત્વની સલાહ
૧૮ મહિના સુધી નો-સ્ક્રીન નિયમ
દોઢ વર્ષથી નાની ઉંમરના બાળકોને ભૂલથી પણ મોબાઈલ કે ટીવીની સામે ન રાખો.
મર્યાદિત સમય
૨ થી ૬ વર્ષના બાળકો માટે આખો દિવસનો સ્ક્રીન ટાઈમ વધુમાં વધુ ૧ કલાકથી વધારે ન હોવો જોઈએ.
વાતચીત અને સંવાદ વધારો
બાળકો સાથે વાતો કરો, વાર્તાઓ કહો અને તેમની સાથે ફિઝિકલ ગેમ્સ (રમતો) રમો.
ડિજિટલ ડિટોક્સ
જમતી વખતે કે સૂતા પહેલા પરિવારના તમામ સભ્યોએ ગેજેટ્સથી દૂર રહેવું જોઈએ.
AIIMS ના તબીબોની અપીલ
ઓટીઝમ એ એક જટિલ સ્થિતિ છે, જેમાં આનુવંશિક પરિબળો પણ કામ કરે છે. પરંતુ, પ્રારંભિક ઉંમરે અતિશય સ્ક્રીન ટાઈમ તેને વધુ ગંભીર બનાવી શકે છે. જો બાળક સમયસર વિકાસના તબક્કા પૂરા ન કરતું હોય, તો તરત જ પેડિયાટ્રિક ન્યુરોલોજિસ્ટનો સંપર્ક કરવો હિતાવહ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application