ઠેબા ચોકડી રોડ પર અજ્ઞાત વાહનની હડફેટે યુવાનનું મોત

  • May 09, 2023 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાશી છુટેલા ચાલક સામે ગુનો નોંધાયો : પોલીસ દ્વારા તપાસ

જામનગર નજીક લાલપુર ચોકડીથી ઠેબા ચોકડી તરફ વચ્ચેના સીનેમા સામેના રોડ પર અજાણ્યા વાહનના ચાલકે એક વ્યકિતને હડફેટે લઇ ગંભીર ઇજાઓ પહોચાડી મૃત્યુ નિપજાવીને નાશી છુટયાનો મામલો પોલીસ મથકે પહોચ્યો છે.
જામનગરના મોરકંડા રોડ રબ્બાની સોસાયટી શેરી નં. ૪માં રહેતા અને ગેરેજમાં કામ કરતા આસીફભાઇ હુશેનભાઇ સમા (ઉ.વ.૩૫) નામના યુવાને ગઇકાલે પંચ-બીમાં અજાણ્યા વાહનના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
ફરીયાદમાં જણાવ્યુ હતું કે ફરીયાદીના મોટાભાઇ ઇમ્તીયાઝભાઇને છેલ્લા સાતેક વર્ષથી મગજની તેમજ આંચકીની બિમારી હોય જેના કારણે ઘરેથી ચાલ્યા ગયા હોય અને ગઇકાલે લાલપુર ચોકડીથી ઠેબા ચોકડી વચ્ચે સીનેમા સામેના રોડ પર કોઇ અજાણ્યા વાહનચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી મરણજનારને હડફેટે લઇ પછાડી દઇ માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડી નાશી છુટયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application