જામનગરના નુરી ચોકડી પહેલા એક બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી દરમ્યાન કારમાંથી ૪૦૦ લીટર દેશી દારૂ મળી આવતા કુલ ૩.૮૦ લાખનો મુદામાલ કબ્જે કરી નાશી ગયેલા કારચાલકની શોધખોળ આદરવામાં આવી છે.
જામનગર જીલ્લા પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની તથા ઇન્ચાર્જ પીઆઇ પ્રતિભા, નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાએ પ્રોહી-જુગારના કેશો શોધી કાઢવા સુચના આપેલ હોય જે અનુસંધાને સીટી-એ ડીવીઝન પીઆઇ એન.એ. ચાવડા તથા ર્સ્વેલન્સ સ્કોડના માણસો પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન સ્ટાફના એએસઆઇ રવિરાજસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજાને ચોકક બાતમી મળેલ કે મોરકંડા ગામ બાજુથી એક શખ્સ મારૂતી સ્વીફટ કાર નં. જીજે૧૮બીડી-૮૦૮૦માં દેશી દારૂનો જથ્થો લઇને નિકળવાનો છે.
જે હકીકતવાળી જગ્યાએથી ઉપરોકત કકારચાલક ત્યાથી ભાગયી ગયેલ અને જામનગર કમાન્ડ એન્ડ કંટ્રોલના સીસી ફુટેજના આધારે કાર નુરી ચોકડી, અન્નપુણા મંદીર તરફ અને કાળકામાતાજીના મંદીર પાસે કારચાલક કાર મુકી નાશી ગયો હોય.
જે કારની ઝડતી કરતા તેમાથી દેશી દારૂના બાચકાઓ ૪૦૦ લીટર કિ. ૮૦ હજારનો મુદામાલ મળી આવતા તપાસ અર્થે કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વાહનચાલકને શોધવાની તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application