રાજકોટમાં એસ.ટી. બસના મુસાફરો છીનવતા ૧૦૦ ખાનગી વાહન ડિટેઇન

  • December 08, 2023 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં ઢેબર રોડ એસટી બસ પોર્ટ તથા શહેરની ભાગોળેના અન્ય વિવિધ બસ સ્ટોપ ઉપરથી એસટી બસના મુસાફરો છીનવી જતા ખાનગી વાહન ચાલકો સામે સઘન કાર્યવાહી કરી ૧૦૦ જેટલા ખાનગી વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી. કલોતરાએ જણાવ્યું હતું કે તાજેતરમાં સી. ઓ.ચેકિંગ તેમજ નો પાર્કિંગ ઝોનના ભંગ અંગે સઘન ચેકિંગ હાથ ધરીને ઢેબર રોડ બસ સ્ટોપ, ગોંડલ રોડ ચોકડી, ગ્રીન લેન્ડ ચોકડી, આજી ડેમ ચોકડી, માધાપર ચોકડી, બેડી ચોકડી સહિતના બસ સ્ટોપ વિસ્તારોમાં નો-પાર્કિંગ ઝોનનો ભંગ કરીને એસટી બસના મુસાફરો છીનવી જતા ૧૦૦ જેટલા ખાનગી વાહનો ડિટેઇન કરાયા હતા જેમાં ઇકો કાર, તુફાન જીપ, સિટી રાઈડ બસ, મીની બસ, ખાનગી ટ્રાવેલ્સ કંપનીઓની મોટી બસો સહિતના વાહનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય ૧૨૬ વાહનોને પોલીસ અને આરટીઓના મેમો આપવામાં આવ્યા હતા. આ ચેકીંગ ઝુંબેશ લગાતાર ચાલુ જ રહેશે આથી ખાનગી વાહન ચાલકો એસટી બસના મુસાફરો છીનવી જવાની પ્રવૃત્તિ બંધ કરે અન્યથા કાયદો કાયદાનું કામ કરશે. ટ્રાફિક પોલીસ અને આરટીઓ ડિપાર્ટમેન્ટને પણ આ ઝુંબેશમાં સતત સાથે રાખીને વાહનો ડિટેઇન કરવાનું સતત પણે ચાલુ રાખવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application