પૈસાની ઉઘરાણીમાં ઓખાના યુવાનને માર માર્યો

  • February 14, 2023 06:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખા મંડળના ભુંગા વિસ્તારમાં રહેતા ફારુકભાઈ રહીમભાઈ કારા નામના ૩૪ વર્ષના ભડેલા મુસ્લિમ યુવાનને મીઠાપુરના આરંભડા વિસ્તારમાં રહેતા અલ્તાફ હાજી સુરાણી પાસેથી ૩૫,૦૦૦ની રકમ લ્હેણી નીકળતી હોય, આ રકમની ઉઘરાણી કરવા ફારુકભાઈ અલ્તાફભાઈના ઘરે જતા આ સ્થળે રહેલા અલ્તાફભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને લોખંડનો પાઇપ ફારૂકભાઈના માથા ઉપર ફટકારી દીધો હતો.


આટલું જ નહીં, આ સ્થળે રહેલા અલતાફભાઈના બહેન રિયાનાબેન, તેમના માતા હુસેનાબેન તથા અલ્તાફભાઈના પત્ની કુલસુમબેન દ્વારા પણ પાઇપ વિગેરે વડે હુમલો કરી, ઈજાઓ પહોંચાડવામાં આવતા મીઠાપુર પોલીસે મહિલા સહિત ચારેય સામે આઈ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૪ ૧૧૪ તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application