શહેરમાં દાની રેલમછેલ સામે પોલીસ આક્રમક બની હોય તેમ દાના પાંચ દરોડામાં પોલીસે ૧૧૯૫ બોટલ દા ઝડપી લીધો હતો.જેમાં પીસીબીની ટીમે વૃંદાવન સોસાયટી અને ગોંડલ ચોકડી પાસેથી દા ભરેલી ઇકો સાથે દુધસાગર રોડ અને એમ.પીના શખસને ઝડપી લીધો હતો.
દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન કોન્સ. કુલદીપસિંહ જાડેજા,વિજયભાઇ મેતા અને યુવરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે કાલવાડ રોડ પર વૃંદાવન સોસાયટી મેઇન રોડ શેરી નં.૧ અને શિવ સૃષ્ટ્રિ પાર્ક પાસે શંકાસ્પદ ઇકો કાર અટકાવી હતી.પોલીસે ઇકો કારની તલાશી લેતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની .૧.૪૪ લાખનો ૯૭૨ બોટલ દાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે દાના આ જથ્થા સાથે હનીફ હત્પશેનભાઇ મંઘરા(ઉ.વ ૩૯ રહે. શીવાજીનગર શેરી નં.૧૦ નવા પાવર હાઉસની સામે દુધસાગર રોડ) ને ઝડપી લીધો હતો.
પોલીસે દાનો આ જથ્થો અને ઇકો કાર તથા મોબાઇલ સહિત કુલ .૪,૪૪,૫૦૦ નો મુદામાલ કબજે કર્યેા હતો.દાના જથ્થા સાથે ઝડપાયેલો આરોપી હનીફ સામે અગાઉ રાજકોટના બી ડિવિઝન,થોરાળા,ડીસીબી,ગાંધીગ્રામ અને વાંકાનેર પોલીસ મથકમાં મળી દાના સહિતના ૧૨ ગુના નોંધાઇ ચૂકયા છે.પોલીસ પુછતાછમાં અન્ય આરોપી ચોટીલાના મોલડીમાં રહેતા મહેન્દ્ર ગભભાઇ ભગતનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
જયારે અન્ય દરોડામાં પીસીબીના એએસઆઇ મયુરભાઇ પલારીયા કોન્સ. નગીનભાઇ ડાંગર,હિરેનભાઇને મળેલી બાતમીના આધારે ગોંડલ ચોકડી પાસે શ્રી પાર્થ ઓટો મોબાઇલ્સનીબાજુમાંની શેરીમાંથી ઇકો કારમાંથી નાની–મોટી દાની ૨૦૦ બોટલ સાથે મધ્યપ્રદેશના જાંબુઆના રણાપુરના કમલસીંગ લચ્છુસીંગ સીંગાડ(ઉ.વ ૩૦) ને ઝડપી લીધો હતો.પોલીસે આરોપી પાસેથી ૨૮,૬૪૦ ની કિંમતનો દાનો જથ્થો અને કાર સહીત કુલ .૩,૨૮,૬૪૦ નો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આજીડેમ પોલીસ મથકના સ્ટાફે ભાવનગર રોડ પર ત્રંબા ગામ નજીક આર.કે.યુનિ.પાસેથી શંકાસ્પદ સ્વીફટ કાર અટકાવી તલાશી લેતા તેમાંથી દાની ૧૨ બોટલ મળી આવી હતી.જેથી પોલીસે સ્વીફટ કારના ચાલક ભાવેશ મનજીભાઇ સુમેસરા(ઉ.વ ૨૫ રહે.આંબેડકરનગર શેરી ન.ં ૧૦ આજી જીઆડીસી પાસે) ને ઝડપી લઇ તેની પાસેથી દાની બોટલ અને કાર સહિત કુલ .૨.૫૬ લાખનો મુદામાલ કબજે કર્યેા હતો.થોરાળા પોલીસે ચુનારાવાડ શેરી નં.૨ પાસે જાહેરમાં રોડ દાની બોટલ સાથે કીરીટ જોરસીંગ ગોહેલ(ઉ.વ ૫૯ રહે. લમીવાડી ગુ.હા.બોર્ડ કવાર્ટર) ને ઝડપી લીધો હતો.આ સિવાય યુનિ. પોલીસ મથકના સ્ટાફે શાંતિનગર ગેઇટ પાસેથી દિનેશ ઉર્ફે ભોલો લાલજી ડાભીને ૨૦ હજારની કિંમતની દાની ૧૦ બોટલ સાથે ઝડપી લીધો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડામરના ૩,૩૧૪ સેમ્પલમાંથી ફકત ૪૦ ફેઇલ: કમિશન
September 20, 2024 04:46 PMસાવધાન: ડાયાબિટીસને કારણે બની શકો છો અંધ, જાણો કઈ બાબતોનું રાખવું જોઈએ ખાશ ધ્યાન
September 20, 2024 04:42 PMશહેરના બાર્ટન લાઈબ્રેરી નજીક ઈદના ઝુલુસ દરમ્યાન બે સગા ભાઈઓ પર ૫ શખ્સોનો હુમલો
September 20, 2024 04:30 PMભાવનગર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ પોરો ખાધો
September 20, 2024 04:29 PMશિવાજીસર્કલ અને રીંગરોડ પર મ્યુ. તંત્રનો સપાટો
September 20, 2024 04:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech