ભાવનગર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ પોરો ખાધો

  • September 20, 2024 04:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં ભાદરવાનો તાપ આકરો બન્યો છે.મહત્તમ તાપમાન ૩૪.૨ ડિગ્રી થતાં ભાદરવાના આકરા તાપથી લોકો ત્રસ્ત થયા છે.ભાવનગર જિલ્લામાં આજે શુક્રવારે સતત સાતમા દિવસે  મેઘરાજાએ વિરામ પાળ્યો હતો. લઘુતમ તાપમાન ૨૫.૪ ડિગ્રી રહયું હતું. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં હાલ પાણીની આવક બંધ છે.ડેમની સપાટી  આજે બપોરે ૨૯  ફૂટ રહી હતી.
ભાવનગર જિલ્લામાં આજે શુક્રવારે બપોર સુધી મેઘવિરામ રહયો હતો.સતત સાતમા દિવસે મેઘરાજાએ ખમૈયા કર્યા હતા.ચોમાસાના અંતમાં ભાવનગર શહેરના લોકો સારા ધોધમાર વરસાદની રાહમાં છે. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં હાલ  પાણીની આવક બંધ છે.આથી ડેમની સપાટી  આજે બપોરે ૨૯ ફૂટ યથાવત રહી હતી. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં પાણીની આવક સારા પ્રમાણમાં થતાં લોકો અને ખેડૂતો ખુશખુશાલ થયા છે.
ભાવનગર શહેરમાં  મહત્તમ તાપમાન ૩૪.૨ ડિગ્રી રહયું હતું.ભાદરવાના આકરા તાપથી લોકો ત્રસ્ત થયા છે.ભેજ વધુ રહેતા અસહય બફારો લોકોને રોજ તોબા પોકરાવી દે છે.દરરોજ વાદળો છવાય છે,સામાન્ય ઝાપટા પડે છે.ભાવનગર શહેરમાં લોકો સારા વરસાદની રાહમાં છે. શહેરનું મહત્તમ તાપમાન ૧.૧ ડિગ્રી ઘટીને ૩૪.૨ ડિગ્રી  રહયું હતુ. લઘુતમ તાપમાન ૦.૭ ડિગ્રી ઘટીને ૨૫.૪ ડિગ્રી નોંધાયુ હતુ. આજે શુક્રવારે  સવારે ભેજ ૭૬  ટકા  રહયો હતો.જ્યારે પવનની ઝડપ આજે સવારે ૧૬ કિ.મી. રહી હતી. ભાદરવા માસના મધ્યમાં ગરમીનું જોર વઘ-ઘટ થયા કરે છે. પરંતુ ભેજ વધુ રહેતા બફારો વધ્યો છે.આથી લોકો ભારે ત્રસ્ત થયા છે. સપ્ટેમ્બર મહિનાના ત્રીજા સપ્તાહમાં  લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વઘ -ઘટ થયા કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application