રાજકોટ મહાનગરપાલિકામાં આજે મળેલી જનરલ બોર્ડ મિટિંગમાં ભાજપ અને કોંગ્રેસના કોર્પેારેટરો એ કુલ ૪૭ લોક પ્રશ્નો પૂછયા હતા જેમાંથી માત્ર એક જ પ્રશ્નની ચર્ચા થઈ હતી અને અન્ય ૪૬ પ્રશ્નોની ચર્ચા શાસકોએ ફગાવી હતી. અલબત્ત આ તમામ પ્રશ્નોના જવાબ પ્રશ્નો કર્તા નગરસેવકોને લેખિતમાં મોકલી આપવામાં આવશે તેવું જાહેર કરાયું હતું. એકમાત્ર છેલ્લા ત્રણ વર્ષમાં એકશન પ્લાન હેઠળ થયેલા ડામર કામના પ્રશ્નની ચર્ચા કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ પ્રથમ પ્રશ્નનો વિસ્તૃત અને વોર્ડ વાઇઝ વિસ્તારના નામ સાથે પ્રત્યુતર આપ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં કુલ પિયા ૬૨.૪૪ કરોડના ખર્ચે ૧૯૫.૩૧ કિલોમીટરના રસ્તા ઉપર ડામર કામ તેમજ રીકાર્પેટ કામગીરી કરવામાં આવી હતી. યારે ચાલુ વર્ષે હવે આગળની તારીખ ૪ ઓકટોબરના રોજ એકશન પ્લાન હેઠળના ડામર કામ માટેના ટેન્ડર ખુલશે ત્યારબાદ કામગીરી હાથ ધરાશે. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે ૨૦૨૧–૨૨ માં કુલ ૯૨૫ ડામર સેમ્પલ લેવાયા હતા તેમાંથી ૧૫ ફેઇલ ગયા હતા. યારે ૨૦૨૨–૨૩ માં ૧૦૩૫ સેમ્પલ લેવાયા હતા તેમાંથી ફકત ચાર સેમ્પલ ફેઇલ ગયા હતા. ૨૦૨૩–૨૦૨૪માં કુલ ૧૦૭૯ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી ફકત ૧૮ સેમ્પલ ફેઇલ ગયા હતા. યારે ચાલુ વર્ષ ૨૦૨૪ ૨૫ અંતર્ગત આ જ દવસ સુધીમાં કુલ ૨૭૫ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી ફકત ત્રણ સેમ્પલ ફેઇલ ગયા છે.
આ મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં ડામરના કુલ ૩૩૧૪ સેમ્પલ લેવાયા હતા જેમાંથી ફકત ૪૦ સેમ્પલ ફેઇલ ગયા છે તેવો જવાબ કમિશનરે જનરલ બોર્ડ સમક્ષ રજૂ કર્યેા હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech